એન્જલ સુરક્ષિત બહાર નીકળે તેવી પ્રાર્થના! રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવવા યુદ્ધના ધોરણે ખોદકામ

Girl falls into borewell in Dwarka : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં અઢી વર્ષની બાળકી 'એન્જલ' ફળિયામાં રમતા રમતા આકસ્મિક રીતે બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી બોરવેલમાં અંદાજે 30 ફૂટ ઊંડે ફસાયેલી છે, તેને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બાળકીને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે ડિફેન્સ, ગાંધીનગરની NDRF અને SDRFની ટીમ પણ  બાળકીના બચાવ કાર્યમાં લાગી છે.

બીજી તરફ, બોરવેલમાં કેમેરા વડે તપાસ કરાઈ હતી. વીડિયોમાં બાળકી કઈ રીતે ફસાઈ છે તે જોવા મળી રહ્યું છે. બાળકી જે બોરમાં ફસાઈ છે તેની પહોળાઈ માત્ર 8 ઈંચ છે. જ્યારે ઊંડાઈ લગભગ 30 ફૂટ જેટલી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો