તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે

તાઈપેઈ, તા.4 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

ભારતની જેમ ચીનનો તાઈવાન સાથે પણ ટકરાવ ચાલી રહ્યો છે.જે હવે વધારે ઉગ્ર બને તેવી સંભાવના છે.

કારણકે એવા અહેવાલ મળી રહ્યા છે કે, પોતાની હવાઈ સીમામાં ઘૂસેલા ચીનના સુખોઈ-35 ફાઈટર જેટને તાઈવાને તોડી પાડ્યુ છે.જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે.

જોકે બંને દેશ હજી સુધી આ બાબતે કશું બોલવા માટે તૈયાર નથી.પણ એવો દાવો કરાઈ રહ્યો છે કે, તાઈવાનની હવાઈ સીમામાં ઘુસેલા આ લડાકુ વિમાનને પાછા જવા માટે તાઈવાને ચેતવણી આપી હતી પરંતુ એ પછી પણ વિમાન તાઈવાન એરસ્પેસમાં ઉડતુ રહ્યુ હતુ.જેના પગલે તાઈવાને અમેરિકન બનાવટની પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને આ વિમાન તોડી પાડ્યુ હતુ.આ ઘટનામાં પાયલોટ ઘાયલ થયો છે.

જે અહેવાલ મળી રહ્યા છે તે સાચા હોય તો બંને દેશો વચ્ચે તનાવ વધારે ભડકી શકે છે.કારણકે ચીન છેલ્લા કેટલાય દિવસોથી પોતાના ફાઈટર જેટ્સને તાઈવાનની હવાઈ સીમામાં મોકલી રહ્યુ છે.તાઈવાન પણ ચીનની હરકતોનો જવાબ આપવા માટે લશ્કરી તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યુ છે.તાઈવાને રિઝર્વ સૈનિકોને મજબૂત કરવા માટે પણ જાહેરાત કરી રહ્યુ છે.જે નિયમિત સેના જેટલી જ શક્તિશાળી હશે અને તેમને પણ તાઈવાનની સેના જેવા જ હથિયાર પૂરા પાડવામાં આવશે.

જે એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ તાઈવાને કર્યો હોવાનુ મનાય છે તેનો સોદો અમેરિકા સાથે તાઈવાને 620 મિલિયન ડોલરમાં કર્યો હતો.ચીનને આ ડીલથી મરચા પણ લાગ્યાહ તા અને બંને દેશોને ચીને ચેતવણી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ચીન તાઈવાનને અલગ દેશ માનવાનો પહેલેથી ઈનકાર કરીને અવાર નવાર તેને પોતાનામાં ભેળવી દેવાની ધમકીઓ આપતુ રહ્યુ છે.





Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે