રક્ષા અધિગ્રહણ પરિષદે સેનાના હથિયારોની ખરીદી માટે 2290 કરોડ રુપિયાની મંજૂરી આપી


નવી દિલ્હી, તા. 28 સપ્ટેમ્બર 2020, સોમવાર

પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવ અને પાકિસ્તાની આતંકીઓની ઘુસપેઠ વચ્ચે ભારત સરકારે સેનાના હથિયાર ખરીદી માટે 2 હજાર કરોડ કરતા વધારેની રકમની મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલયે સોમવારે જણાવ્યું કે રક્ષા અધિગ્રહણ પરિષદે ભારતીય સશસ્ત્ર બળોના વિભિન્ન હથિયારોની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેની અંદાજિત રકમ 2290 કરોડ રુપિયા જણાવવામાં આવી છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે આ રકમ દ્વારા સ્વદેશી નિર્માતાઓની સાથએ વિદેશમાંથી પણ હથિયારની ખરીદી કરવામાં આવશે.

રક્ષા અધિગ્રહણ પરિષદે રિસિવર સેટ અને સ્માર્ટ એંટી એયરફિલ્ડ હથિયારોની ખરીદીને પણ મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે એચએફ રેડિયો સેટ સેના અને વાયુ સેના માટે વિર્વિઘ્ન સંચાર માધ્યમનું કામ કરશે. આ રેડિયો સેટને અંદાજે 540 કરોડની કિંમત પર ખરીદવામાં આવશે. આ સિવાય સ્માર્ટ એંટી એયર ફિલ્ડ વેપનને પણ 970 કરોડના ખર્ચે ખરીદવામાં આવશે. આ હથિયારોના કારણે ભઆરતીય સેનાની તાકાતમાં ઘણો વધારો થશે અને તે વધારે મજબૂત બનશે. આ સિવાય એસોલ્ટ રાઇફલની ખરીદી માટે પરિષદે 780 કરોડ રુપિયાના બજેટની મંજૂરી આપી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે આ નવી રક્ષા ખરીદી પ્રક્રિયા જાહેર કરી છે. જેમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન અને ભારતને શસ્ત્રો તથા સૈન્ય પ્લેટફોર્મને વિદેશી મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બનાવવા ઉપર ભાર આપ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો