દિલ્હીના હુલ્લડોની ચાર્જશીટ દેશ વિરોધીએામાં ફફડાટ
વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં થયેલા હુલ્લડોમાં પોલીસે કરેલી ચાર્જશીટના કારણે દેશના ડાબેરી ઉદારમત વાળું ટોળું ગુસ્સે ભરાયેલું છે.
પહેલાં સીએએ (સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ)નો વિરોધ કરાયો અને પછી અમેરિકાના પ્રમુખની ભારત મુલાકાત દરમ્યાન તોફાન કરાવનાર તત્વો પૈકીના કેટલાક બંને એકજ હતા.એટલેકે તોફાન કરાવીને તે લોકો ભારતની ઇમેજ બગાડવા માંગતા હતા. આ લોકો શરૂઆતમાં એવો આાક્ષેપ કરતા હતા કે સીએએની તરફેણ કરતાં લોકો સામે પોલીસ પગલાં લેતી નથી અને તેમની સામે હળવાશથી રજૂ થાય છે.
ચાર્જશીટમાં નામ આવવાની ખબર પડતાંજ આ લોકોએ કાગારોળ મચાવી દીધી હતી. અમારા નામ ચાર્જશીટમાં ઘૂસાડવા પાછળ કોઇનું ભેજું કામ કરે છે અને અમને ખોટી રીતે ફસાવાયા છે એવી રજૂઆતો થઇ રહી છે. મુસ્લિમ કોમ્યુનિટી પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા કેટલાક લોકો સતત પ્રયાસો કરી રહ્યા છે.
દિલ્હીના હુલ્લડોને અનુલક્ષીને કહીએ તો કેટલાક લોકોએ અમેરિકાના પ્રમુખની બે દિવસની ભારત મુલાકાત વખતે ભારતની ઇમેજ બગાડવા તોફાનો માટે વ્યવસ્થિત આયોજન કર્યું હતું. તે સમય દરમ્યાન સીએએનો વિરોધ કરનારાઓેે રાતોરાત જાફરાબાદ ખાતે નવો
ટેન્ટ બાંધીને મોરચો ખોલી નાખ્યો હતો. તેમનો આશય ભરચક વિસ્તારને જામ કરી દેવાનો હતો. શા માટે આ લોકો બિઝી રસ્તાઓ જામ કરી દેવા માંગતા હતા તેનું કારણ સૌ જાણે છે.
આટલું પૂરતું નથી કેટલાક વિડીયો એવું દર્શાવે છે કે ડાબેરી નેતાઓ તોફાની ટોળાનું નેતૃત્વ કરતા હતા. તોફાનના આગલા દિવસે આમ આદમી પાર્ટીના નેતાએ પોતાના ચાર માળના ગેરકાયદે મકાનના ઘાબા પર તોફાન કરવા માટેનો સામાન ચઢાવી દીધો હતો. તેનો પણ વિડીયો જોવા મળે છે.
સીએએના વિરોધ સાથે સંકળાયેલા લોકો તોફાનો દરમ્યાન સળગતા કાકડા નાખતા હોવાનું પણ બહાર આવ્યું છે. તાહીર હુસેન અને તેના સાથીઓે એકજ દિવસમાં તોફાન માટેની સામગ્રી ઉભી નહીં કરી હોય તે માટે તેણે કેટલાક દિવસો પહેલાં ગોઠવણ કરી હોવાનું મનાય છે.
ઉમર ખાલીદ જેવા કેટલાક લોકોએ ઉશ્કેરણી જનક પ્રવચનો કરીને તોફાનો માટે પ્લાન કર્યો હતો. ખરેખર કોઇ આંખો ખોલીને જુવે તો ખ્યાલ આવેકે શાહીન બાગના દેખાવકારો આટલા બધા દિવસ કેવી રીતે ટકી શક્યા? દલીલ એવી કરાઇ હતી કે લાંબા સમયથી ત્રસ્ત મુસ્લિમ મહિલાઓ ન્યાય માટે બહાર આવી છે.
તે લોકો ભારતના બંધારણને બચાવવા માંગે છે. હકીકત એ હતીકે કેટલાક મુઠ્ઠીભર લોકો આંદોલન ચલાવતા હતા અને ધરણામાં બેસનારને પૈસા તેમજ ખાવાનું આપવામાં આવતું હતું. મસ્જીદો, મુલ્લા અને વિરોધી તત્વો વગેરે દ્વારા આંદોલન ચાલુ રહે એટલે પૂરતું ઓઇલ પુરું પડાતું હતું. એટલેકે પૈસા વેરવામાં આવતા હતા. તે માટે એક આખું માળખું કામ કરતું હતું. પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠનો પણ તેમાં સક્રીય રહેતા હતા.
એવો ખોટો પ્રચાર કરાતો હતો કે સીએએ વિરોધી લોકો પર સરકાર દમન ગુજારી રહી છે. આવા વિરોધીઓ સંકુચીત માનસ ધરાવતા હતા અને તેમનો એજન્ડા સરકારને ભીંસમાં લેવાનો હતો.પાડોશી દેશોમાં રહેતા લઘુમતી લોકો પર અત્યાચાર ગુજારાઈ રહ્યો છે માટે માનવતાના ધોરણે તેમને પ્રવેશ આપવાની વાત હતી.
તેનો જુદો અર્થ કાઢીને લોકોને ઉશ્કેરવામાં આવતા હતા. હિન્દુ,જૈન, પારસી વગેરેને પ્રવેશ આપવાની વાત હતી. પરંતુ તેમાં મુસ્લિમો કેમ નથી એમ કહીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા. આ પગલું બંધારણની વિરૂધ્ધમાં નહોતું પરંતુ તેમાં માનવતા છૂપાયેલી હતી તે સમજવા કોઇ તૈયાર નહોતુ. મુસ્લિમ સમાજનો કોઇ નેતા સાચી વાત કહેવા તૈયાર નહોતો.
જે બંધારણના ઘડવૈયાઓએ હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઇ ભેદભાવ નહોતો રાખ્યો પરંતુ હવે તેને જુદી રીતે સમજાવનારા ફૂટી નિકળ્યા છે. દિલ્હીના હુલ્લડો તરફ પાછા ફરીએ તો ચૂંટણીમાં કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવાઓએ દેશ કે ગદ્દારો કેા-ગોલીમારો સાલોં કો જેવા સ્લોગન કહીને ઉશ્કેરાટ ભલે ફેલાવ્યો હોય પણ પ્રીપ્લાન હુલ્લડ કરનારાઓએ તો બોલવાના બદલે બધું બાળી નાખ્યું હતુ.
Comments
Post a Comment