એક જ ઘરની લક્ષ્મીઃ એક ભાઇને ન્યાલ કરી દીધો, બીજાને દેવાળિયો

- 2006ની વાત કરીએ તો અનિલ અંબાણી પાસે મુકેશ અંબાણી કરતાં 550 કરોડની વધુ સંપત્તિ હતી,એશિયાના ત્રીજા નંબરના પૈસાદાર 


રોડપતિમાંથી અબજોપતિ બનેલાઓની સંઘર્ષ કથાઓ વાંચવાથી વ્યક્તિને મોટિવેશન મળી શકે છે પરંતુ અબજોપતિમાંથી રોડપતિ બનનારાઓનો અનુભવ વાંચીએ તો એમ લાગે કે નસીબ જેવું કશુંક કામં કરતું હોય છે. જેમની પાસે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તૈયાર થયેલા ફાયનાન્સીયલ સલાહકારો હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોેની ફોજ હોય, સત્તાધારી પક્ષને ટેકલ કરવાની આવડત હોય, બાપ દાદાનો પૈસો હોય એવા લોકો જ્યારે દેવાળીયાઓની યાદીમાં જોવા મળે ત્યારે એમ થાયકે લક્ષ્મીને સાચવવામાં આ લોકો નિષ્ફળ ગયા છે.

અનિલ અંબાણીએ જ્યારે કોર્ટમાં એમ કહ્યું કે મારે ઘરેણાં વેચીને ધર ચલાવવું પડે છે અને મારી સંપત્તિ સફાચટ થઇ ગઇ છે, મારી કોઇ લકઝરી લાઇફ નથી ત્યારે લોકોને આઘાત લાગ્યો હતો. ગલ્લાં ટોકમાં કહીએ તો પાર્ટી ઉઠી ગઇ છે અને રોડ પર આવી ગઇ છે. અંબાણી પરિવારના લોહીમાં ધંધો છે, તેમની નસે નસમાં બિઝનેસ વહે છે એમ કહેવાતું હતું પરંતુ અંબાણી પરિવારનો એક ભાઇ મુકેશ અંબાણી વિશ્વના ટોપટેન અબજોપતિઓની યાદીમાં આવે છે જ્યારે બીજો ભાઇ અનિલ દેવાળીયો બની ચૂક્યો છે. 

છેલ્લા એક દાયકામાં અનિલ અંબાણીના તમામ પાસાં ઉધા પડયા હતા. ૨૦૦૭માં તો બંને ભાઇઓની સંપત્તિ લગભગ એક સમાન હતી. ૨૦૦૬ની વાત કરીએ તો અનિલ અંબાણી પાસે મુકેશ અંબાણી કરતાં ૫૫૦ કરોડની વધુ સંપત્તિ હતી અને એશિયાના સૌથી વધુ પૈસાદારોમાં તે અઝીમ પ્રેમજી અને લક્ષ્મી મિત્તલ પછી ત્રીજા નંબરે આવતા હતા. ત્યારે તે યાદીમાં મુકેશ અંબાણીનું નામ નહોતું.

વિધિની વિચિત્રતા તો જુઓ એક દાયકામાં મુકેશ અંબાણી વિશ્વના સૌથી વધુ પૈસાદારોની યાદીમાં ત્રીજા નંબરે છે અને એશિયામાં સૌથી વધુ પૈસાદારોની યાદીમાં ટેાપ પર છે. જ્યારે ૨૦૦૬નો સંપત્તિવાન અનિલ અંબાણી આજે રોડ પર છે અને કોર્ટમાં કહે છે કે હું દેવાળીયો થઇ ચૂક્યો છું.

અનિલ અંબાણી કેવી રીતે દેવાળીયા થઇ ગયા તે પર પુસ્તક લખાવવું જોઇએ કેમકે અબજો પતિ થયા પછી સંપત્તિ ટકાવી રાખવાની આવડત હોવી પણ જરૂરી હોય છે. કેટલાંક લોકો દારૂ-જુગારમાં પૈસા ઉડાવે છે તો ક્ેટલાંક લોકો આડેધડ રોકાણો કરીને દેવામાં ડૂબે છે. અનિલ અંબાણી અને મુકેશ અંબાણી છૂટા પડયા બાદ પોતાનો ધંધો અલગ રીતે વિકસાવ્યો હતો. પૈસાના જોરે નહીં પણ  બુધ્ધિના જોરેે ધંધો કેમ થાય તે મુકેશ અંબાણીએ શીખવ્યું હતું. જ્યારે અનિલ અંબાણીએ પૈસાના જોેરે ધંધો આગળ વધાર્યો હતો.

જેના કારણે તે આગળ જતાં ફસડાઇ પડયા હતા. સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચ્ન વારંવાર પોતે કહી ચૂક્યા છે કે એક સમયે મારે માથે જંગી દેવું હતું અને ઘર વેચવા કાઢવું પડે એવી સ્થિતિ હતી પરંતુ મારા મિત્રોએ મને મદદ કરી હતી.(અમરસિંહ અને મુલાયમસિંહ યાદવ એમ વાંચો). દરેકને આવા મિત્રો નથી હોતા તે પણ નોંધવું જોઇએ.

હિરોઇનોના ટોળામાં બેસી રહેવાના શોખીન એવા વિજ્ય માલ્યા પણ દેવાળીયાની યાદીમાં આવે છે તેમને ભાગી જવું પડયું હતું. 

અનિલ અંબાણી વિશે એક ગપસપ એવી પણ ચાલી હતી કે તે ઐશ્વર્યા રાય સાથે કનેક્શનમાં છે. બિચારી ઐશ્વર્યાને ખુલાસો કરતાં દમ નિકળી ગયો હતો. થયું હતું એવું કે અનિલ, ટીના મુનિમ અને ઐશ્વર્યા  બર્થ ડે પાર્ટીમાં એક જ ટેબલ પર બેઠા હતા. બંને એક બીજા સામે હસીને વાત કરતાં જોઇને બોલિવુડના ગપસપ બાજોએ લવ સ્ટોરી બનાવી દીધી હતી. એવીજ રીતે પ્રિતી ઝીન્ટા સાથે પણ અનિલ અંબાણીના પ્રેમની વાતો ઉડી હતી. પ્રિતીને મજા પડી ગઇ હતી. તે કેાઇ રદીયોે નહોતી આપતી. 

પરંતુ ૧૯૮૪માં મિસ યુનિવર્સનું ટાઇટલ જીતીને આવેલી સુષ્મિતા સેન પર અનિલ અંબાણી ફિદા થઇ ગયા હતા. બંનેની લવ સ્ટોરી લાંબી ચાલી હતી. કહે છે કે અનિલે સુષ્મિતાને ૨૪ કેરેટનો હિરો ભેટ આપ્યો હતો. અનિલ અંબાણી કેવી રીતે દેવાાળીયા થયા તે  ઉપરોક્ત વાતોના છેડા મેળવવાથી સમજી શકાય એમ છે.

 લોકો ઘણીવાર લક્ષ્મીના પગલાંનો વાંક કાઢતા હોય છે પણ અનિલ અને મુકેશ પાસે એકજ માર્ગે આવેલી લક્ષ્મી હતી છતાં મુકેશ અંબાણીને તે વરીહતી,ફળી હતી અને અનિલ અંબાણી સાથે છૂટાછેડા લઇ લીધા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો