બિહારના પૂર્વ ડીજપી ગુપ્તેશ્વર પાંડેય નીતિશ કુમારની હાજરીમાં જેડીયુમાં જોડાયા, ચૂંટણી લડે તેવી શક્યતા


પટના, તા. 27 સપ્ટેમ્બર 2020, રવિવાર

બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેય રવિવારે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)માં જોડાયા છે. ગુપ્તેશ્વર પાંડેયે બિહારના મુખ્યમંત્રીનીતિશ કુમારની હાજરીમાં તેમના નિવાસ સ્થાન ઉપર જેડીયુની સદસ્યતા ગ્રહણ કરી છે. જેડીયુમાં જોડાયા બાદ ગુપ્તેશ્વર પાંડેયે કહ્યું કે નીતિશ કુમાર અમારા નેતા છે, તેમની અને પાર્ટી તરફથી જે આદેશ આપવામાં આવશે તેનું હું પાલન કરીશ. ઉલ્લેખનીય છે કે ડીજીપી ગુપ્તેશ્વર પાંડેયે થોડા દિવસ પહેલા જ સ્વેચ્છાએ નિવૃતિ લીધી છે. વિધાનસભા ચૂંટણી પહેલા સેવા નિવૃતિ લેનારા ગુપ્તેશ્વર પાંડેય જેડીયુમાં જોડાશે તે અંગે અનેક અટકળો વહેતી થઇ હતું. 

ત્યારે હવે જ્યારે ગુપ્તેશ્વર પાંડેય જેડીયુમાં જોડાયા છે, ત્યારે હવે તેઓ વિધાનસભા ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ સિવાય આ ઘટના બાદ બિહારના રાજકિય વાતાવરણમાં ગરમાવો પણ આવ્યો છે. આ પહેલા એવી પણ ચર્ચા હતી કે ગુપ્તેશ્વર પાંડેય ભાજપમાં પણ જોડાઇ શકે છે, પરંતુ તેમણે જેડીયુને પસંદ કર્યુ છે. 

ગુપ્તેશ્વર પાંડેયે જણાવ્યું કે જો પાર્ટી તેમને ચૂંટણી લડવાનું કહેશે તો તેઓ ચૂંટણી પણ લડશે. બિહારના દરકે જિલ્લામાંથી લોકો મને ફોન કરીને કહે છે કે તમે અમારા જિલ્લામાંથી ચૂંટણી લડો. વધુમાં તેમણે કહ્યું કે હું ચોખ્ખો માણસ છુ, રાજનીતિ શું કહેવાય તે મને ખબર જ નથી. ઉલ્લેખની ય છે કે હજુ એક દિવસ પહેલા જ ગુપ્તેશ્વર પાંડેય બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મળ્યા હતા. ત્યારે પાંડેયે જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રીનો આભાર માનવા માટે આવ્યા છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો