દેશનુ આઈટી હબ બેંગ્લોર આતંકીઓનો ગઢ બની ગયુ છેઃ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ

નવી દિલ્હી, તા.27 સપ્ટેમ્બર 2020, રવિવાર

ભારતની આઈટી સિટી તરીકે ઓળખાતુ બેંગ્લોર આતંકીઓનો ગઢ બની ચુક્યો હોવાનો આરોપ ભાજપ યુવા મોરચાના નવા અધ્યક્ષ તેમજ બેંગ્લોરના સાંસદ તેજસ્વી સૂર્યાએ કર્યો છે.

તેમણે આજે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને કહ્યુ હતુ કે, બેંગ્લોરમાંથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સંખ્યાબંધ લોકોની ધરપકડ કરી છે.અહીંયા કેટલાક સ્લીપર સેલ પણ સક્રિય હોવાનુ બહાર આવ્યુ છે.આ બાબતને ધ્યાનમાં રાખીને NIAની એક અલાયદી ઓફિસ બેંગ્લોરમાં શરુ કરવામાં આવે.મને ગૃહ મંત્રીએ આ માંગણી પૂરી કરાશે તેવુ આશ્વાસન પણ આપ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ NIA દ્વારા દેશભરમાંથી 10 લોકોની ધપકડ કરવામાં આવી હતી.તેમના સબંધ પાકિસ્તાન સાથે હોવાનુ મનાઈ રહ્યુ છે.થોડા સમય પહેલા દિલ્હીમાંથી પણ ઈસ્લામિક સ્ટેટના એક આતંકીને પકડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બેંગ્લોરમાં ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને લઈને તોફાનો પણ થયા હતા.આ મામલાની તપાસ પણ  NIA જ કરી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો