રાફેલ ડીલમાં ઑફસેટ પોલિસી પૂરી થઇ નહોતી, CAG એ સવાલ ઉઠાવતાં સરકારે પોલિસી રદ કરી


- ઑફસેટ ક્લોઝ અગાઉ  30 ટકા હતો

નવી દિલ્હી, તા. 29 સપ્ટેંબર 2020 મંગળવાર

ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાનો ખરીદવાના સોદામાં ઑફસેટ પોલિસી પૂરી નહીં હોવાનો રિપોર્ટ CAG એ આપ્યો હતો. સરકારે આ રિપોર્ટ મળ્યા બાદ સંરક્ષણ સોદાઓમાં ઑફસેટ પોલિસીજ રદ કરી નાખી. હવે એક દેશની સરકાર બીજા દેશની સરકાર પાસેથી કોઇ ખરીદી કરે તો એમાં ઑફસેટ પોલિસી લાગુ નહીં પડે.

કેન્દ્રના સ્પેશિયસ સેક્રેટરી અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે અમે ઑફસેટની બાબતમાં કેટલાક ફેરફાર કર્યા હતા. એક સરકાર બીજી સરકાર પાસેથી ખરીદી કરે કે આંતર સરકારી ખરીદ-વેચાણ થાય તો એમાં ઑફસેટ પોલિસી વચ્ચે નહીં રહે. ઑફસેટ પોલિસીના કારણે અત્યાર સુધી વિદેશી શસ્ત્ર કંપનીઓપાસેથી ટેક્નોલોજી મેળવવામાં અવરોધો ઊભા થતા હતા.

અત્યાર સુધી ઑફસેટ પોલિસી હતી એટલે ફ્રાન્સની જે કંપની પાસેથી રાફેલ વિમાનો ખરીદ્યા એમને માટે ભારતીય ડિફેન્સ સેક્ટરમાં સોદાની કુલ રકમના ત્રીસ ટકા મૂડીરોકાણ કરવાનું ફરજિયાત હતું. રૂપિયા 59,000 કરોડના ખર્ચે જે 36 રાફેલ વિમાનો ખરીદ્યા એમાં ઑફસેટ ક્લોઝ પ0 ટકા મૂડી રોકાણનો હતો. 

કોમ્પ્ટ્રોલર એન્ડ એકાઉન્ટન્ટ જનરલ (CAG)એ સંસદમાં આપેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે રાફેલ વિમાનોનો સોદો કર્યો ત્યારે રાફેલની કંપનીએ ડીઆરડીઓને કાવેરી એંજિનની ટેક્નીક આપવાની વાત હતી. 30 ટકા મૂડી રોકાણનો જે ઑફસેટ ક્લોઝ હતો એ ક્લોઝ હેઠળ આ ટેક્નીક ડીઆરડીઓને આપવાની હતી. પરંતુ રાફેલ કંપનીએ એ સમજૂતીનો હજુ સુધી અમલ કર્યો નહોતો.

ભારતની ઑફસેટ પોલિસી મુજબ વિદેશી કંપનીએ સોદાના કરારમાં 30 ટકા હિસ્સો ભારતમાં સંશોધન અથવા ઉપકરણો (કાચી માલસામગ્રી કે પૂર્જા) પાછળ ખર્ચવાના હોય છે. ખાસ કરીને સંરક્ષણને લગતા સોદા માટે આ જોગવાઇ કરવામાં આવી હતી. એને હવે બદલી નાખવામાં આવી હતી. CAGએ પોતાના રિપોર્ટમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે છેક 2015થી જ્યારે રાફેલ વિમાનો માટે સોદો કરવામાં આવ્યો ત્યારથી વિદેશી કંપનીએાએ આ નિયમનું પાલન કર્યુ નથી. જો કે આ જોગવાઇ હેઠળ કરારનું પાલન ન કરનારી વિદેશી કંપનીઓને દંડ કરવાની કે બીજી એવો શિક્ષાત્મક કોઇ જોગવાઇ નથી.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો