ચીનનો ક્રૂર ચહેરો: હજારો લોકોને આપવામાં આવી રહી છે કોરોનાની અસુરક્ષિત રસી


બીજિંગ, તા. 28 સપ્ટેમ્બર 2020 સોમવાર

ચીનની ક્રૂરતા અને બેદરકારી ફરી સામે આવી છે. ચીનમાં મોટા પાયે લોકોને એવી કોરોના વેક્સિનની રસી આપવામાં આવી રહી છે જેને અત્યાર સુધી સુરક્ષિત જાહેર કરાઈ નથી. કમ્યુનિસ્ટ સરકાર જાણીજોઈને લોકોની જીંદગી સાથે રમી રહી છે.

આ લોકોને અપાઈ રહી છે રસી

સરકારી કંપનીઓના અધિકારી-કર્મચારીઓ, શ્રમિકો, વેક્સિન કંપનીના કર્મચારીઓ, શિક્ષક, સુપરમાર્કેટ સ્ટાફ અને જોખમ ભરેલા વિસ્તારોમાં મુસાફરી કરનારને રસી આપવામાં આવી રહી છે. સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે ચીનની આ કોરોના વેક્સિન વૈશ્વિક સ્તરે હજુ પણ

પ્રમાણિત થઈ નથી તેમ છતાં હજારો લોકોને રસી લગાવવામાં આવી રહી છે.

મોટા પાયે રસી આપવાની તૈયારી

રિપોર્ટ અનુસાર ચીની અધિકારીઓએ મોટા પાયે લોકોને વેક્સિન લગાવવાની યોજના બનાવી છે. ઑસ્ટ્રેલિયાના મર્ડોક ચિલ્ડ્રન્સ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના બાળ રોગ વિશેષજ્ઞએ કહ્યુ કે આ ઘણુ જોખમી થઈ શકે છે. મને ચીની કર્મચારીઓની ચિંતા છે. તેઓ ઈચ્છવા છતાં પણ વેક્સિન લેવાનો ઈનકાર કરી શકતા નથી.

બિન કાનૂની કરાર પર હસ્તાક્ષર કરાવી રહ્યા છે

કંપનીઓએ વેક્સિન લેનારા લોકોને એક બિન કાનૂની કરાર પર હસ્તાક્ષર કરવા માટે પણ કહ્યુ છે જેથી તેમને મીડિયાથી વેક્સિન પર વાત કરવાથી રોકવામા આવી શકે. હજુ એ સ્પષ્ટ નથી કે ચીનમાં કેટલા લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી છે.

જોકે, ચીની કંપની સિનોફાર્માએ કહ્યુ છે કે હજારો લોકોએ વેક્સિનના ઈન્જેક્શન લગાવ્યા છે. બીજિંગ સ્થિત કંપની સિનોવેક અનુસાર, બીજિંગમાં 10,000થી વધારે લોકોને આના વેક્સિનના ઈન્જેક્શન લગાવવામાં આવ્યા છે. કંપની તરફથી એ પણ દાવો કરવામાં આવ્યો છે કે તેના લગભગ 3000 કર્મચારી અને તેમના પરિવારોને પણ વેક્સિનના શૉટ આપવામાં આવ્યા છે.

દુષ્પ્રભાવનુ જોખમ

ઈન્ટરનેશનલ વેક્સિન ઈન્સ્ટીટ્યુટના પ્રમુખે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ તે અપ્રમાણિત રસીના હાનિકારક દુષ્પ્રભાવ થઈ શકે છે. લોકોને કેટલાય પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને એ પણ કહી શકાય નહીં કે આનાથી કોરોના મટી જશે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો