1.George Stephenson is known as the Father of Railways as his ‘Locomotion No. 1’ was the first steam locomotive to carry passengers on a public rail line on 27th September. Which year was this? 1825 ..
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રૂબરૂ સ્થિતિનો તાગ મેળવવા પહોંચી ગયા હતા રાજકોટ, તા. 31 ઓક્ટોબર 2022, સોમવાર મોરબી ખાતે રવિવારે સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ આંક સત્તાવાર નથી. કેટલાક લોકો 136 મૃત્યુ પામ્યા હોવાનું જણાવી રહ્યા છે. દરમિયાન, આખી રાત મચ્છુ નદીમાં બચાવ કામગીરી ચાલી હતી. આ લખાય છે ત્યારે પણ નદીના તટમાં આ કામગીરી ચાલી રહી છે. રાત્રે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રૂબરૂ સ્થિતિનો તાગ મેળવવા પહોંચી ગયા હતા. તેમણે રાહત અને બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદી: 1.સુજલ હરેશભાઈ ચાવડા 2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર 3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા 4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી) 5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા 6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા 7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર 8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર 9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ 10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા 11.હાર્દિક અશોકભાઈ...
ન્યૂ યોર્ક તા. ૨૮ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસક ગુરુવારના સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના માલિક બની ગયા હતા. એમણે આવતાની સાથે જ કંપનીમાં પોતાના માનીતા લોકોને રાખવાના અને પોતાની મરજી મુજબ કંપની ચાલશે એવો સંકેત આપી દીધો છે. ગુરુવારે રાત્રે જ તેમણે ટ્વિટરના મૂળ ભારતીય એવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પરાગ અગ્રવાલને હાંકી કાઢ્યા હતા. આ સાથે ચીફ લીગલ ઓફિસર અને ચીફ ફાઇનાન્સ ઓફિસરની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. ૪૪ અબજ ડોલરમાં ખરીદી કર્યા પછી મસ્કે અગાઉ સંકેત આપ્યા હતા કે પોતે કંપનીના ૭૫૦૦ કર્મચારીઓમાંથી ત્રીજા ભાગના લોકોને છટણી કરી હાંકી કાઢે એવી શક્યતા છે આ ઉપરાંત, ટ્વીટર ઉપર માત્ર સાચી વ્યક્તિના જ ખાતા કાર્યરત રહે, આ સાઈટ ઉપર યોગ્ય પોસ્ટ જ ફેલાવવામાં આવે તેવી વ્યવસ્થા પણ ગોઠવશે. ટ્વીટરમાં ઘણા એકાઉન્ટ ખોટા છે અથવા તો ભળતા નામે જ ટ્વીટ કરી અસ્ત્ય ફેલાવે છે તેમજ ટ્વીટર અત્યારસુધી આવા ખોટા સંદેશને વધારે પ્રમોટ કરે છે એવું નવા માલિક એક કરતા વધારે વખત જણાવી ચૂક્યા છે.
અમદાવાદ,તા. 17 મે 2022,મંગળવાર ભારતના સૌથી મોટા IPO એલઆઈસીનું આજે શેરબજારમાં લિસ્ટીંગ થયું છે. અપેક્ષા પ્રમાણે વધુ એક સરકારી કંપનીએ રોકાણકારોને નિરાશ કર્યા છે. રૂ. 949ના ઇસ્યુ ભાવની સામે એલઆઇસીનો શેર રૂ.872 ના ભાવે ખુલ્યો છે કોને ક્યા ભાવથી એલોટમેન્ટ થયું? - સામાન્ય રોકાણકારોને સરેરાશ રૂ.949 પ્રતિ શેર - પોલીસી ધારકોને રૂ.889 પ્રતિ શેર - રિટેલ અને કર્મચારીઓને રૂ.905 પ્રતિ શેર રૂ. 872ના ભાવે લિસ્ટ થયા બાદ શરૂઆતી મિનિટોમાં જ LICએ રૂ. 860નું તળિયું બનાવ્યું હતુ. જોકે નીચલા લેવલે શેરમાં પ્રત્યાઘાતી ઉછાળો નોંધાયો છે. એક સમયે રૂ. 918.95નો હાઈ બનાવ્યા બાદ 10.10 કલાકે LICનો શેર 5.25%ના ઘટાડે રૂ. 900ના લેવલે કામકાજ કરી રહ્યો છે. વધુ વાંચો: LICનું મંગળવારે લીસ્ટીંગ, રોકાણકારોનો ભરોસો નહી તૂટે ને?
Comments
Post a Comment