માનવ જાત સીહોર્સનો સફાયો કરી રહી છે..


- મેલ સમુદાયમાં સી હોર્સનો મેલ(પુરૂષ) એવો છે કે જે પ્રેગનન્ટ થાય છે. ફિમેલ પોતાના ઇંડા મેલમાં ટ્રાન્સફર કરે છે. મેલ તેને પોતાના પાઉચમાં (શરીર પર આવેલી ચામડાની કોથળી) સેલ્ફ ફર્ટીલાઇઝ કરે છે....

જ્યારે હું યુવા અવસ્થામાં હતી ત્યારે ભારતમાં આર્ચીઝ, સુપરમેન, વોર જેવા અનેક કોમિક બુક્સના ઢગલા બજારોમાં જોવા મળતા હતા.

આવા મેગેઝીનના સેન્ટર સ્પ્રેડ (વચ્ચેના પાના) પર અને છેલ્લા પેજ પર અમેરિકામાં કોઇ ચીજના વેચાણ, પાર્ટી યોજવા હોય તો મળો કે હોલોવીન કોસચ્યુમ જેવી જાહેરાતો જોવા મળતી હતી. આવી જાહેરાતોના પેજમાં સૌથી વધુ સ્પેસ એક્વેરિયમ માટેના સીહોર્સ માટે ફાળવવામાં આવતી હતી. એક ડોલરમાં છ સીહોર્સ આપવાની જાહેરાતો થતી હતી. આવા સીહોર્સને શુભ અને જાદુઇ ગણવામાં આવતા હતા. જાહેરાતોનો મારો એવો થતો કે કોઇ પણ  સીહોર્સ ખરીદવા લલચાઇ જતા હતા. આવી જાહેરાતોના કારણે લાખો સીહોર્સ  મોતને ભેટયા હતા. જાહેરાત વાંચીને લોકો સીહોર્સ મંગાવતા હતા પરંતુ તે આવ્યા પછી સીહોર્સ એક્વેરીયમમાં જીવી શકતા નથી તેની ખબર પડી હતી.

ત્યારથી અત્યાર સુધી વિવિધ રીતે સીહોર્સનો ખાત્મો બોલાવાઇ રહ્યો છે. સીહોર્સની માંડ ૪૦ જાતો બચી છે તેમાં કેટલીક જાતો તો સાવ લુપ્ત થઇ ગઇ છે. ભારતમાં સીહોર્સની પાંચ જાતો જેમાં સ્પાઇની, યલો, હેજહોગ અને થ્રી સ્પોટ સીહોર્સનો સમાવેશ થાય છે. યુકેમાં બે જાતો જોવા મળતી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી તો તે પણ જોવા મળતી નથી. એટલેકે તે જાતો પણ લુપ્ત થઇ ગઇ છે એમ કહી શકાય.

સી હોર્સ અનેક રીતે અદ્દભૂત હોઇ લોકો તેને જાદુઇ કહેતા હતા. સી હોર્સનું માથું નાના હોર્સના આકારનું (ઘોડાના આકારનું) અને નીચેનો ભાગ માછલી જેવો હોય છે.તેની ઉંચાઇ અડધા ઇંચથી માંડીને ૧૪ ઇંચ સુધીની જોવા મળે છે. તે ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ દરિયા કિનારાના રહેવાસી છે. કોરલ રીફ્સ, મેંગૂ્રવ્સ અને સીગ્રાસ તેમજ ભરાયેલા પાણીમાંથી મળી આવે છે. મોટા ભાગની માછલીઓના શરીર જેવા હાડ પિંજર સીહોર્સમાં પણ જોવા મળે છે. તેમના શરીર પરનો ભાગ કડક હોય છે, ત્યારપછી હાડકાનું પ્લેટ જેવું હોય છેે તેમજ શરીર પર ચળકાટ જોવા મળે છે. તેમના શરીર પર ભીંગડા જેવું કશું નથી હોતું. તેમને ગળું હોય છે ગળાના ભાગ પર આવેલી ચૂઇ(ગીલ્સ) મારફતે તે શ્વાસ લે છે. તેમને લાંબી સાપ જેવી પૂંછડી હોય છે. જેના કારણે તે સી ગ્રાસ પર ચોંટી રહે છે એટલે પાણીમાંના સખત પ્રવાહ વચ્ચે પણ તે ચીટકી રહે છે.

સીહોર્સ છીછરાં પાણીમાં રહે છે. શિયાળામાં તે ઉંડા પાણીમાં જતા રહે છે. તે બહુ સારી રીતે તરી શકતા નથી.તેમના શરીર પરની નાની પાંખો જેવા આકારના ફીનની મદદથી તે તરે છે. ફીનનેે તે સેકન્ડમાં ૩૫ વાર ફફડાવી શકે છે. આવી ફીન તેના માટે સ્ટીયરીંગ તરીકે કામ કરે છે. તે ઉપરથી નીચેની તરફ તરી શકતા હોઇ નજીકના પ્લાંટ પરના કોઇ હુમલાખોરોથી બચી શકે છે. ત્યારે તે કલર પણ બદલી શકે છે.

તે હાડકાના ભૂકા જેવી ચીજો ખાય છે. તેમને દાંત કે પેટ ના હોવાથી ખોરાક સીધોજ ડાયજેસ્ટીવ સિસ્ટમની બહાર નીકળી જાય છે એટલે તેને જીવવા માટે સતત ખાતા રહેવું પડે છે. તે દિવસમાં બ્રિન ઝિંગાના ૩૦૦૦ જેટલા ઇંડા ખાઇ શકે છે. તેમની આંખો તેજસ્વી  હોય છેે તે આગળ અને પાછળ એમ બંને દિશામાં જોઇ શકે છે. આ કામ તે ફૂડ મેળવવા માટે કરે છે. સી હોર્સ પેરમાં રહે છે. આ પેર જ્યારે એક બીજાને મળે છે ત્યારે કલર બદલે છે.  મેલ ફિમેલની ફરતે ગોળ ફર્યા કરે છે અને તેમની પૂંછડી એકબીજા સાથે વિંટળાયેલી રહે છે.  મેલ સમુદાયમાં સી હોર્સનો મેલ(પુરૂષ) એવો છે કે જે પ્રેગનન્ટ થાય છે. ફિમેલ પોતાના ઇંડા મેલમાં ટ્રાન્સફર કરે છે. મેલ તેને પોતાના પાઉચમાં (શરીર પર આવેલી ચામડાની કોથળી) સેલ્ફ ફર્ટીલાઇઝ કરે છે. સીહોર્સની નાની જાત ૫૦થી ૧૫૦ ઇંડા મુકે છે જ્યારે મોટી જાત ૧૫૦૦ જેટલા ઇંડા મુકે છે. મેલના પાઉચમાં ૧૪થી ૨૮ દિવસમાં બચ્ચાંનો જન્મ થાય છે. બચ્ચાનો જન્મ બહુ દુખાવા વાળી પ્રોસેસમાં થાય છે. ૧૨ કલાક સુધી પાઉચ સંકોચાઇ જાય છે.

સીહોર્સના બચ્ચાં જન્મતાની સાથેજ નાના જૂથમાં તર્યા કરે છે. તેમની પૂંછડી એક બીજાસાથે જોડાયેલી રાખે છે. જન્મતાની સાથેજ તેમને ખોરાક શોધવાનો હોય છે અને હુમલાખોરોથી બચવાનું હોય છે. તે દરિયાની સપાટી પર કિનારા તરફ તર્યા કરે છે. હુમલાખોરોના કારણે હજાર બચ્ચાંમાંથી માંડ એક પુખ્ત ઉંમરે પહોંચે છે. શું તમે ક્યારેય સી હોર્સને જોયા છે? કદાચ જવાબ નામાંજ આવશે.આગામી ૨૦ વર્ષમાં સીહોર્સ અદ્રશ્ય થઇ જશે. તેની આંઠ જાતોે સામે તો મોટું જોખમ ઉભું થયું છે. સાઉથ આફ્રિકામાં પાણી પ્રદૂષણ અને વિકાસના કામોના કારણે કેપ સીહોર્સની જાત આગામી બે વર્ષમાં અદ્રશ્ય થઇ જશે. ભારતના હેજ હોગ અને ચપટા માથાવાળા સી હોર્સ પણ આગામી બેવર્ષમાં ખતમ થઇ જશે. કિનારાના વિસ્તારમાં વધતા દબાણ અને વધુ પડતી અવરજવરના કારણે સીહોર્સનો ખાત્મો બોલી રહ્યો છે. પ્રદૂષણ કરતાં પણ સૌથી મોટું જોખમ  માણસ જાત તરફથી છે. તેનો કોમર્શીયલ  ઉપયોગ કરનારાઓ સી હોર્સને નિર્દય બનીને મારી નાખે છે.   પ્રાણીઓના સફાયા પાછળનું એક કારણ ચીન છે. તે પોતાની પ્રાચીન દવાઓ માટે વિશ્વના પ્રાણીઓનો ખાત્મો બોલાવી રહ્યું છે. સેક્સને જાગૃત કરતી દવાઓ( ચૅરર્ગિૈજૈચબજ) બનાવવા માટે ચીન દર વર્ષે ૧૫૦ મિલીયન સી હોર્સનો ખાત્મો બોલાવી દે છે. સીહોર્સમાં કોલેજનનું પ્રમાણ મોટા પાયે હોઇ ચીનની મહિલાઓ તેને બોટોક્સના વિકલ્પ (ચહેરાની ચામડી દુર કરવી) તરીકેે વાપરે છે.

ચીનના કેટલાક વેપારીઓ જંગલોમંાથી ૧૦ મિલીયન જેટલા સીહોર્સ પકડી લાવે છે. સાથે શેલ્સ અને સ્ટારફીશ પણ હોય છે. સી હોર્સને સુકવી નાખવામાં આવે તો પણ તે આવક કરી આપે છે. સૂકવેલા સીહોર્સ કિલોના ૬૦૦થી ૩૦૦૦ ડોલરના ભાવે વેચાય છે. ેએટલેકે સોનાના ભાવે વેચાય છે. યુકેમાં સીહોર્સ,,કોરલ, પાઇપ ફીશ બેબી શાર્ક તેમજ મગર વગેરે એશિયાથી આવે છે. યુકેમાં તેના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં તે છૂટથી વેચાય છે.

એક્વેરિયમના (માછલીઘર) ધંધા સાથે સંકળાયેલાઓ જંગલોમાંથી ૧૦ મિલીયન સી હોર્સ પકડી લાવે છે. તે પૈકી બે અઠવાડિયા સુધી માંડ ૦.૦૧ટકા જીવે છે. એક્વેરિયમના બિઝનેસનું કેન્દ્ર નોર્થ અમેરિકા છે (આર્ચીઝ કોમિકસ વાચનારા સમયની જનરેશનનો આભાર માનો). મહારાષ્ટ્રમાં લાયસન્સ વિનાની એક્વેરિયમની દુકાનો પર સીહોર્સ જાહેરમાં વેચાય છે.  ભારતમાં પ્રોજેક્ટ સીહોર્સના નામે તપાસ શરૂ કરાઇ હતી પરંતુ બીજી પ્રોડક્ટનું લેબલ મારીને સીહોર્સ વિદેશ મોકલાતા હતા.૨૦૦૦ના વર્ષ સુધી મરાઇન પ્રોડક્ટ્સ એેક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દર વર્ષે ચાર મિલિયન સીહોર્સ એક્સપસોર્ટ કરતી હતી. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ તેના એક્સપોર્ટ પર પ્રતિબંધ છે. 

સીહોર્સને બચાવવા શું કરી શકાય?

૧...સીહોર્સ  ખરીદશો નહીં અને તેને વેચનારાઓની વિગતો સત્તાવાળાઓને આપો ક્યાં મને જાણ કરો.

૨....દરિયા કિનારાના વિસ્તારમાં જંગલો ઉગાડવા પ્રયાસ કરો..

૩...મરાઇન સવિર્સ ખુબ મહત્વી છે. નદીના વિસ્તારોમાં ઇકો સિસ્ટમ ફરી ડેવલોપ કરો.

૪ સરકાર પર પબ્લિક પ્રેશર લાવીને નાક દબાવી શકાય છે. 

૫. સી હોર્સને ઉછેરવા માટે જંગલની જમીનોનો ઉપયોગ કરવો જોઇએ. તેમનો બ્રિડીંગ પ્રોજેક્ટ વિદેશમાં થાય છે તો પછી ભારતમા કેમ નહીં?              

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો