ભાજપના નેતા ઉમા ભારતી કોરોના પોઝીટીવ, ઉત્તરાખંડમાં થયા ક્વૉરન્ટીન

દહેરાદુન, તા.28 સપ્ટેમ્બર 2020, રવિવાર

પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતી કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. 

ટ્વીટમાં ઉમા ભારતીએ લખ્યું છે કે, તેમણે પ્રશાસનની ટીમને જાણ કરીને બોલાવ્યા અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો. ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે એક સ્થાન પર પોતાને ક્વૉરન્ટીન કર્યા છે. ઉમા ભારતીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. 

ઉમા ભારતીએ ટ્વીટ કરીને લખ્યું છે કે 'હું તમારી જાણકારીમાં આ વાત રજુ કરી રહી છું કે આજે મારી પહાડની યાત્રાની સમાપ્તિના છેલ્લા દિવસે પ્રશાસનને આગ્રહ કરીને કોરોના ટેસ્ટ માટે ટીમને બોલાવી. કારણ કે મને 3 દિવસથી હળવો તાવ હતો.'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો