મોદી સરકારનાં 'કૃષિ કાયદા'ને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં નિષ્ક્રિય કરવા સોનિયા ગાંધીની હાકલ

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર 2020 સોમવાર

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સોમવારે પાર્ટી શાસિત રાજ્યોની સરકારોને કેન્દ્ર સરકારના 'કૃષિ વિરોધી' કાયદાને નિષ્ક્રિય કરવા કાયદા પસાર કરવા માટે પોતાના રાજ્યમાં કાયદો પસાર કરવાની સંભાવનાઓ પર વિચાર કરે, પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં, સોનિયાએ કોંગ્રેસ શાસિત રાજ્યોને બંધારણની કલમ 254 (એ) હેઠળ કાયદો પસાર કરવાનાં સંદર્ભમાં વિચાર કરવાની સલાહ આપી છે.

વેણુગોપાલે કહ્યું કે આ કલમ રાજ્યનાં વિધાનસભાઓને આ 'કૃષિ-વિરોધી અને અધિકાર ક્ષેત્રમાં દખલ કરનારા કેન્દ્રીય કાયદાને' રદ કરવા માટે રાજ્ય વિધાન સભાઓને કાયદો પસાર કરવાની સત્તા આપે છે. નોંધનીય છે કે હાલમાં પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ અને પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર છે. તે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ગઠબંધન સરકારનો ભાગ છે. વેણુગોપાલે દાવો કર્યો, "રાજ્યના આ પગલાથી ત્રણ કૃષિ કાયદાની અસ્વીકાર્ય અને ખેડૂત વિરોધી જોગવાઈઓને અવગણવામાં આવશે." આ જોગવાઈઓમાં લઘુતમ ટેકાના ભાવને નાબૂદ કરવા અને કૃષિ પેદાશ માર્કેટિંગ સમિતિઓ (એપીએમસી) ને વિક્ષેપિત કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના મહાસચિવએ એમ પણ કહ્યું હતું કે, "કોંગ્રેસ શાસિત રાજ્યો દ્વારા કાયદો પસાર કર્યા પછી, ત્યાંના ખેડૂતોને મોદી સરકાર અને ભાજપ દ્વારા કરવામાં આવેલા ઘોર અન્યાયથી મુક્તી મળશે." નોંધનીય છે કે, તાજેતરમાં પૂરા થયેલા ચોમાસામાં. સત્રમાં સંસદે કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) બિલ -2020 અને ખેડુતો (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પર  કરાર બિલ -2020 ને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રવિવારે આ બિલને મંજૂરી આપી હતી, ત્યારબાદ તે 3 બિલ કાયદા બન્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ 2 ઓક્ટોબરનાં દિવસે કૃષિ બિલનાં વિરોધમાં ખેડુત-મજુર બચાવો દિવસનું આયોજન કરશે, અને આ દિવસે દેશભરમાં દરેક રાજ્ય વિધાન સભા અને જિલ્લા પંચાયતો સામે ધરણા-પ્રદર્શનો કરશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો