ડિઝનીએ લીધો મોટો નિર્ણય, થીમપાર્કના 28000 કર્મચારીઓને કરશે છૂટા


ન્યુયોર્ક, તા. 30 સપ્ટેમ્બર 2020 બુધવાર

કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં બેરોજગારીનો કહેર ફેલાઈ ચૂક્યો છે. આ સંકટમાં હવે મનોરંજન ક્ષેત્રની જાણીતી કંપની ડિઝ્નીએ પણ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના થીમ પાર્કમાં કામ કરી રહેલા 28000 કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે.

કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે કોરોના મહામારીનો કહેર લાંબા સમય સુધી ચાલી રહ્યો હોવાના કારણે અમેરિકાના અનેક થીમપાર્કમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. 

ડિઝ્ની પાર્કના ચેરમેને કહ્યું કે આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયી છે પરંતુ કોરોનાના કારણે કારોબાર પણ પ્રભાવિત થયા છે. સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ, ઓછા કર્મચારીની સંખ્યામાં કામ કરવું અને મહામારીની અનિશ્ચિતતાના કારણે આ કામ કરવું પડી રહ્યું છે. કંપની પોતાના થીમપાર્કમાંથી 28000 કર્મચારીઓને છૂટા કરશે.

કંપનીના જણાવ્યા અનુસાર તે થીમપાર્કના લગભગ એક ચતુર્થાંશ એટલે કે 28000 કર્મચારીઓને છૂટા કરશે. ફક્ત ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં ડિઝ્નીના થીમપાર્કમાં મહામારી પહેલાં 1,10,000 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. હવે નવી નીતિના આધારે કર્મચારીઓને છૂટા કરવાની યોજના છે. ત્યારબાદ કંપનીમાં 82000 કર્મચારીઓ કાર્યરત રહેશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો