સમાજમાં મીની માઈક્રો ગાંધી શોધી તેમને બિરદાવવાની જરૂર
- ગાંધી વિચારધારાના થોડા અંશો લઇ માનવસેવામાં કાર્યરત થવાની જરૂર
રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતી દર વર્ષે સરકારી રાહે ઊજવીએ છીએ. બીબાંઢાળ એક સરખો કાર્યક્રમ યોજાય ને તેને પૂરો કરી સંતોષ માનીએ ! ગાંધીજી આજે હોત તો ? એવો નિરર્થક પ્રશ્ન બાજુ પર રાખી... આપણે ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઇ ચાલ્યા હોત તો ? એવો પ્રશ્ન પૂછવા જેવો છે.
સમાજમાં - આપણી આસપાસ ગુણગ્રાહી દ્રષ્ટિથી જોવામાં આવે તો 'ગાંધી વિચાર ધારા'ના થોડાક પણ અંશો લઇ માનવસેવામાં કાર્યરત થનાર 'મીની-માઈક્રો ગાંધી' આપણને મળે ખરા. તેમને બિરદાવી, બોધ લઈ, આપણે પણ કંઇક કરવા તત્પર થઇએ તો ?
ગાંધીજી કહે છે ઃ 'દ્રઢ મનોબળ અને જીવંત મિજાજ ધરાવનારા મનુષ્યોનું નાનકડું જૂથ, કદિ ન શાંત પડે તેવી શ્રધ્ધાના તણખા સાથે મંડી પડે ત્યારે ઇતિહાસ દિશા બદલે છે.' સમાજમાંથી જોવા મળનાર 'મીની-માઈક્રો ગાંધી' વિષેપણ આ શબ્દો લાગુ પડે છે.
પરદેશની ફાઈવ સ્ટાર હોટલના નિમણૂંક પત્રનો, માતબર પગારનો ત્યાગ કરી મદ્રાસનો 'વિષ્ણુ' ઘર છોડી ભાગી જનાર દુઃખિયારાનો બેલી થઇ બેઠો. પાગલ અવસ્થામાં ભટકનારને ખવડાવવું, નવડાવવું, કપડાં આપવાં ને શોધ કરી તેમનાં માબાપને સોંપવાં... આ પ્રવૃત્તિ વર્ષોથી તે કરતો રહ્યો છે... આ ફિરસ્તો 'વિષ્ણુ' !
ઊંડાણના ગામડામાં રહેતાં, અભમ, મજૂરે, બિમાર માતાને ખભેનાખી, ડુંગરા ચઢ ઊતર કરી, દવાખાને પહોંચાડી... આ અસહ્ય બાબતે તેને જગાડયો... ને અદના આ માનવીએ વજ્રસમા મનોબળથી ને કાળી મજૂરીથી ડુંગર ખોદી, દવાખાને સરળતાથી જઇ શકાય તેવો રસ્તો બહુજનહિતાય. બહુજન સુખાય... નિષ્કામભાવે, એકલા હાથે કરી બતાવ્યો... આ જવાં મર્દે !
'સેવા' સંસ્થાને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ અપાવનાર નીડર, બાહોશ સેવામૂર્તિ ડૉ. ઇલાબેન ભટ્ટે નારીશક્તિના ઉત્થાન માટે મહાન પુરુષાર્થ યજ્ઞા આદર્યો ને સફળ રહ્યાં.
અંધજનો માટે ઘોર આપત્તિમાં અજવાળું સર્જનાર એવા કલકત્તાના અમેરિકામાં રહેતા પ્રજ્ઞાાચક્ષુ 'અનિન્દ્ય ભટ્ટાચાર્યે, અંધ બહેરાં માટે ડેફ-બ્લાઇન્ડ કૉમ્યુનીટીની સ્થાપના કરી સેવાકાર્ય શરૂ કર્યું. સ્વાવલંબી જીવન જીવવું અને પોતાના જેવા અંધ બહેરા લોકોના જીવનમાં પરિવર્તન લાવવું આ તેમનું 'મીશન' છે.'
ચંડીગઢથી નજીકના 'ઝરકપુર'માં આવેલ 'નેવેડક પ્રોસ્ટેટિક સેન્ટર'ની સ્થાપના કર્નલ ડી.એસ.વહોરાએ કરેલી. અકસ્માતે રોગથી હાથ પગ ગુમાવનાર અને કુટુંબથી તરછોડાયેલા માટે આ સંસ્થા 'ભગવાનની વર્કશોપ' છે.
સ્ત્રીઓની લાચારી સામે અવિરત લડત ચલાવતી 'નઝમા અખ્તરે' રેડીમેઇડ ગારમેન્ટના હજારો મજૂરોને માટે 'આવાઝ ફાઉન્ડેશન'ની રચના કરી છે. હિંમતનગરમાં 'મમતા' સંસ્થા દ્વારા ગરીબ વિકલાંગ બાળકો સંસ્થામાં રહી મફત ભણે છે. શ્રી જંયતિભાઈ પટેલે તથા તેમના કુટુંબે પોતાના પૈસ 'ભગવાન ભરોસે' સેવાયજ્ઞા શરૂ કર્યો છે તો વંદનીય શ્રી સુરેશભાઈ સોનીએ 'રાયગઢ' પાસે કુષ્ટરોગીઓનાં કુટુંબો માટે નમૂનારૂપ સેવાયજ્ઞા શરૂ કરેલો છે.
સોનાસણ અને પઢારિયા ગામે શ્રી ભરતભાઈ પટેલ તતા શ્રી ચૈતન્યભાઈ રમણલાલ જાની ઘણાં વર્ષથી પ્રભાતફેરી રૂપે વહેલી સવારે ગામમાં ફરી પ્રાચીન પ્રભાતિયાં - નામસ્મરણ સંભળાવી વિનમ્રભાવે ધાર્મિક-પવિત્ર વાતાવરણ પ્રભુપ્રીત્યર્થે ઊભું કરે છે.
હિંમતનગરના શ્રી મહેન્દ્રભાઈ પંડયા, પરિવાર વિહીન હોય કે શબના અગ્નિસંસ્કાર કોઈ કરે તેમ ન હોય તો તે ત્યાં પહોંચી બધો જ ખર્ચ ઊઠાવી 'અગ્નિસંસ્કાર' કરાવે છે. આ 'મૂક' સેવકોને ખ્યાતિની પડી નથી. લાભુભાઈ પંડયાના જણાવ્યા અનુસાર સાગર ગાંવની 'ગોદાવરીએ' કચડાતી-પીડાતી શોષિત સ્ત્રીઓનું સંગઠન કરી ગામની સૌ મહિલાઓને આરોગ્ય, સ્વસ્છતા, આર્થિક બાબતે સધ્ધર કરી ત્યાંના ઘરોમાં મહિલાઓનો મોભો વધાર્યો છે.
આસામના જોમ્હારના રહેવાસી 'જાદવ પાયૈગે' એકલાએ ચૂપચાપ ૧૪૦૦ એકર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરી જંગલ વસાવ્યું છે. પ્રયાવરણ રક્ષણનો ઉત્તમ દાખલો પૂરો પાડયો છે.
Comments
Post a Comment