આરોપીઓએ તો ઉલટાનુ મસ્જિદ બચાવવાની કોશિશ કરી હતી, બાબરી ધ્વંસ કેસના ચુકાદાના મહત્વના અંશો
લખનૌ, તા.30 સપ્ટેમ્બર 2020, બુધવાર
28 વર્ષ બાદ સીબીઆઈ કોર્ટે બાબરી મસ્જિદ તોડવાના કેસમાં ચુકાદો આપ્યો છે.આ યુકાદાના મહત્વના મુદ્દા નીચે પ્રમાણે છે.
આ કેસમાં પૂરાવા સાથે છેડછાડ કરવામાં આવી હતી.ફોટો, વિડિયો, ફોટોકોપીને જે રીતે સાબિત કરવામાં આવી તે સાક્ષી તરીકે સ્વીકાર્ય નથી. માત્ર તસવીરોના આધારે કોઈને દોષી બનાવી શકાય નહી, જેમને આરોપી બનાવાયા છે તેમણે તો ઉલટાનુ બાબરી મસ્જિદ બચાવવાની કોશિશ કરી હતી.
ટોળુ અચાનક આવ્યુ હતુ અને ટોળાએ જ માળખુ તોડી પાડ્યુ હતુ. જે 32 લોકોના નામ આરોપી તરીકે છે તેમણે તો ભીડને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.
ઘટના પૂર્વયોજીત નહોતી, ભીડે અચાનક જ હુમલો કર્યો હતો
વીએચપી પ્રમુખ રહી ચુકેલા અશોક સિંઘલ સામે પણ કોઈ પૂરાવો નથી.
કોર્ટે 2300 પાનનો ચુકાદો આજે આપ્યો હતો.
Comments
Post a Comment