ઉત્તર પ્રદેશ: હાથરસ કાંડ બાદ બલરામપુર ગેંગરેપ પીડિતાના પણ રાત્રે જ કર્યા અંતિમ સંસ્કાર


લખનૌ, તા. 1 ઓક્ટોબર 2020 ગુરૂવાર

એસપી દેવરંજન વર્માએ કહ્યું કે, ગૈંસડી બજારમાં બે યુવક પીડિતાની સારવાર કરાવવા માટે ડૉક્ટરને બોલાવીને લાવ્યા હતા. તે બંને યુવકોએ યુવતીની સાથે દુષ્કર્મ આચર્યું અને તેની હાલત ખરાબ થતાં રિક્ષાથી તેના ઘરે મોકલી દીધી. 

એસપીએ કહ્યું કે પીડિતાના ભાઈની ફરિયાદના આધારે કેસ નોંધી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

આ દરમિયાન પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પીડીતાના મૃતદેહને તેના ગામમાં લઈ જવામાં આવ્યો જ્યાં પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે જ પીડિતાના દેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની