UP: હાથરસમાં મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે કરી નાખ્યા પીડિતાના અંતિમ સંસ્કાર


હાથરસ, તા. 30 સપ્ટેમ્બર 2020 બુધવાર

હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાનો મૃતદેહ મોડી રાત્રે તેના ગામ પહોંચ્યો. વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર જ અડધી રાત્રે ભારે પોલીસ ફોર્સ તૈનાતી વચ્ચે લગભગ અઢી વાગે અંતિમ સંસ્કાર કરી દેવાયા. આ દરમિયાન સ્મશાન ઘાટની ચારે બાજુ મોટી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત હતા અને પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 

એટલું જ નહીં પોલીસે આ દરમિયાન કેમેરાથી રેકોર્ડિંગ કરવા ઉપર પણ રોક લગાવી રહી હતી. આ બાજુ ગ્રામીણો પણ અડધી રાત્રે આ રીતે ગુપચુપ રીતે કરાયેલા અંતિમ સંસ્કારથી સ્તબ્ધ છે. પીડિતાના પરિજનો ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા પર મક્કમ હતા. 

કુટુંબીજનોનો આરોપ છે કે તેમની મંજૂરી વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ અગાઉ મંગળવારે રાતે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જ્યાં પીડિતાના પિતા અને પિતરાઈ ભાઈ હોસ્પિટલ બહાર ધરણા પર બેસી ગયા હતાં. સાંજે ત્યાં ભીમ આર્મી અને કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચી ગયા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો