ભારત કોરોના વાઈરસથી થયેલા મોતનો આંકડો છુપાવી રહ્યુ છે : ડોનાલ્ડ ટ્રમ્પ


વૉશિંગ્ટન, તા. 30 સપ્ટેમ્બર 2020 બુધવાર

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ ઓહાયોના ક્લીવલેન્ડમાં 90 મિનિટ સુધી ચાલી. જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વિરૂદ્ધ મેદાનમાં ઉતરેલા ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બિડેન વચ્ચે ખાસ્સી ચર્ચા થઈ. ટ્રમ્પે કોરોના વાઈરસ મહામારી વિશે આપેલા પોતાના જવાબનો બચાવ કર્યો છે. 

ટ્રમ્પે આને ચીનની ભૂલ ગણાવતા કહ્યુ કે તેમને અભૂતપૂર્વ કામ કરવા માટે ગવર્નરોની પ્રશંસા મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે જો બિડેન તેમની જગ્યાએ રાષ્ટ્રપતિ હોત તો અમેરિકામાં કેટલાય વધારે મોત થાત. ટ્રમ્પે કોરોના વાઈરસથી મોતને લઈને ભારત પર પણ આરોપ લગાવ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને કોરોના વાઈરસ મહામારી માટે ટ્રમ્પની પ્રતિક્રિયાની ટીકા કરી છે. તેમણે કહ્યુ કે રાષ્ટ્રપતિની પાસે કોઈ યોજના નથી અને તેમણે સંકટને ઓછો કરીને રજૂ કર્યો. તેમણે પોતાના પ્રતિદ્વંદી જો બિડેનના પ્રશ્ન ઉઠાવવા પર ટ્રમ્પે કહ્યુ કે તમે નથી જાણતા કે ભારત, ચીન, અને રશિયામાં કેટલા લોકોના મોત થયા છે. ભારત, ચીન અને રશિયા મૃતકોની સંખ્યા છુપાવી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યુ કે જો બિડેન તેમની જગ્યાએ હોય તો અમેરિકામાં મહામારીથી બે કરોડ લોકોના મોત નીપજ્યા હોત. આની પર બિડેને કહ્યુ કે સૌને ખબર છે કે ટ્રમ્પ ખોટા છે.

બિડેને કહ્યુ કે ટ્રમ્પ તે જ શખ્સ છે જે દાવો કરી રહ્યા હતા કે કોરોના વાઈરસ ઈસ્ટર સુધી ખતમ થઈ જશે. માસ્ક ના પહેરવાના પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યુ કે જ્યારે મને જરૂર લાગે છે ત્યારે હુ માસ્ક પહેરૂ છુ. હુ બિડેનની જેમ માસ્ક પહેરતો નથી, જ્યારે પણ તેમને જુઓ તો તેઓએ માસ્ક પહેર્યુ હશે. તેઓ 200 મીટર દૂરથી બોલતા હશે પરંતુ માસ્ક પહેર્યુ હશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો