ઉત્તરાખંડ: વડાપ્રધાન મોદીએ નમામિ ગંગે મિશન હેઠળ 6 પરિયોજનાઓનું કર્યુ લોકાર્પણ
ઉત્તરાખંડ, તા. 29 સપ્ટેમ્બર 2020 મંગળવાર
ગંગા સફાઈ અભિયાન મોદી સરકાર માટે શરૂઆતથી જ મહત્વનો રહ્યો છે. આજે આ કડીમાં નવો આયામ જોડાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નમામિ ગંગે મિશન હેઠળ ઉત્તરાખંડમાં છ મેગા પરિયોજનાઓનું વીડિયો કોન્ફ્રસિંગથી ઉદ્ઘાટન કર્યુ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સચિવાલય સાથે જોડાયેલા છે.
વડાપ્રધાન મોદીએ જે છ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યુ છે તેમાં હરિદ્વાર જિલ્લાના જગજીતપુરમાં 68 એમએલડી એસટીપી, 27 એમએલડીનું અપગ્રેડેશન એસટીપી અને સરાયમાં 18 એમએલડીનું એસટીપી સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જળ જીવન મિશનથી દરેક ઘર સુધી શુદ્ધ જળ પહોંચાડવામાં આવશે. ગંગા આપણા વારસાનું પ્રતીક છે, ગંગા દેશની અડધી આબાદીને સમૃદ્ધ કરે છે. પહેલા પણ ગંગાની સફાઈને લઈને મોટા અભિયાન ચલાવવામાં આવ્યા પરંતુ અમને જનભાગીદારી મળી નહીં, જો તે જ પદ્ધતિ અપનાવતા તો ગંગા સાફ થતી નહીં.
સ્વચ્છ પાણીને લઈને પીએમ મોદીએ કહ્યુ કે હવે ઉત્તરાખંડમાં એક રૂપિયામાં પાણીનું કનેક્શન મળી રહ્યુ છે. પહેલા દિલ્હીમાં નિર્ણય થતા હતા, પરંતુ જળ જીવન મિશનથી હવે ગામમાં જ નિર્ણય થઈ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ કે હવે ગંગા જળમાં ગંદા પાણીને પડવાથી રોકવામાં આવી રહ્યુ છે. આ પ્લાન્ટ ભવિષ્યને જોતા બનાવાયો છે. સાથે જ ગંગાના કિનારે વસેલા સો શહેરોને ખુલ્લામાં શૌચથી મુક્ત કર્યા. ગંગાની સાથે સહાયક નદીઓને સાફ કરવામાં આવી રહી છે. પીએમે કહ્યુ કે નમામિ ગંગે હેઠળ 30 હજાર કરોડથી વધારે યોજનાઓનું કામ ચાલી રહ્યુ છે.
પીએમે કહ્યુ કે પહેલા ઉત્તરાખંડમાં 130 નાળા ગંગામાં પડતા હતા, પરંતુ હવે આને રોકી દેવાયા છે. પ્રયાગરાજ કુંભમાં ગંગાની સફાઈ લોકોએ વખાણી અને હવે હરિદ્વાર કુંભ માટે પણ આગળ પ્રયાસ થઈ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ કે ખેડૂતોને જૈવિક ખેતી તરફ આકર્ષિત કરવામાં આવી રહ્યા છે સાથે જ મેદાની વિસ્તારોમાં મિશન ડૉલ્ફિનથી મદદ મળશે. પીએમે કહ્યુ કે પગેલા પૈસા પાણીની જેમ વહેતા હતા, પરંતુ સફાઈ થતી નહોતી. હવે પૈસા ના પાણીમાં વહે છે અને ના પાણીની જેમ વહે છે.
Comments
Post a Comment