જય શ્રીરામ...બાબરી કેસમાં તમામ આરોપી મુક્ત: ચૂકાદાને પડકારાશે

- હિન્દુ સંગઠનોમાં ખુશાલી: મથુરા અને કાશી માટે દબાણ  વધારાશે: વિરોધ નોંધાવા પણ વિપક્ષો હજુ એક  થતા નથી..


૬ ડિસેમ્બર ૧૯૯૨ અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ વચ્ચે ભલે ૨૮ વર્ષનો ગાળો  હોય પણ કાર સેવકોનો જુસ્સામાં કોઇજ ફર્ક પડયો નથી. ૩૦મીએ ચૂકાદો આવતાં પહેલાંજ આ લોકો ગૌરવભેર જેલમાં જવાની વાતો કરવા લાગ્યા હતા. ઉમા ભારતી અને ડો. રામવિલાસ વેદાંતીએ તો ફાંસીની સજા સુધી તૈયાર થઇ ગયા હતા.

બુધવારે જ્યારે લાંબી આતુરતા બાદ ચુકાદો આવ્યો ત્યારે બધાને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ચુકાદા બાબતે ચર્ચા ચાલતી હતી અનેક નિષ્ણાતોનું એવું મંતવ્ય હતું કે બાબરી ધ્વંસ એ પ્રીપ્લાનીંગ નહોતું કે નથી તો તેમાં કોઇની હત્યા કરાઈ માટે સજાના કોઇ ચાન્સ દેખાતા નથી. તેમ છતાં કોર્ટના ચુકાદા માટે દરેકે તૈયારી  રાખી હતી. 

હાઇ સિક્યોરિટી વગેરે ગોઠવીને એવો મોટો હાઉ ઉભો કરાયો હતો કે બધાને જેલમાં ધકેલી દેવાશે. પંરતુ ચુકાદાએ હિન્દુ સમાજના દરેક માટે મુક્તિના આંનંદનો અહેસાસ કરાવ્યો હતો. જે લોકો કડક ચુકાદાની અપેક્ષા રાખતા હતા તેવા લોકો માટે ખોદ્યો પહાડ નીકલ્યો ઉંદર જેવી સ્થિતિ હતી.

રામ મંદિર જમીનની માલિકી વિષે કોર્ટે ચુકાદો આપ્યા બાદ ત્યાં ભૂમિપૂજન પણ થઇ ગયું હતું. ત્યાં બનનારા ભવ્ય રામમંદિર માટેની એડવાન્સ પ્લાનીંગ સાથેની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. હવે જ્યારે બાબરી કોણે તોડી તે અંગેનો વિવાદ બાબતનો ચુકાદો પણ આવી ગયો છે ત્યારે બાબરી ધ્વંસનું આખું ચેપ્ટર લાંબા ગાળે લોકો ભૂલી જશે તે નક્કી છે.

રામમંદિર ભાજપ માટે મત ખેંચી લાવતો વિષય બની ગયો છે. બાબરી જ્યારે ભોંય ભેગી કરાઇ ત્યારે કોઇ મોબાઇલ કે ટીવી નહોતા કે નહોતી લાઇવ કવરેજ કરતા રિપોર્ટરોની ફોજ. દરેક નેતા અને કાર સેવકો પોતપોતાની મસ્તીમાં અને તાનમાં મસ્ત હતા. નહોતી તો રેડિયો પર કોઇ લાઇવ કોમેન્ટરી આવતી કે નહોતા કોઇ પક્ષના પ્રવક્તાઓના નિવેદનો. એક અખબારે બાબરી ધ્વંસના આગલા દિવસે મેઇન હેડિંગ માર્યું હતું કે હવે બાબરી રામ ભરોસે..બીજા દિવસે જ્યારે પોલીસ તેને પકડીને પૂછપરછ કરતી હતી કે તું આવું એેડવાન્સમાં કેવી રીતે લખી શકે? આ પૂછપરછ ચાલતી હતી ત્યારે બીજી તરફ મસ્જીદને તોડી પડાઇ હતી. 

પત્રકાર જે પરિસ્થિતિ જોઇ શકતો હતો-સમજી શકતો હતો તે પોલીસ તંત્ર જોઇ શકતું નહોતું. આ પત્રકારને પણ કોર્ટમાં જુબાની આપવા બોલાવાયો હતો. તેમ છતાં સીબીઆઇને તેમાં કોઇ પૂર્વ યોજીત વસ્તુ દેખાઇ નહોતી.સીબીઆઇ એ સાબિત કરી શકી નહોતી કે બાબરી ધ્વંસ એ કોઇ પૂર્વ પ્લાનીંગનો ખેલ હતો.

કોર્ટના ચુકાદાની વિરોધ માં બોલવું એ કોર્ટની અવમાનમાં ગણાય છે છતાં અસઉદ્દીન ઓવૈસીએ વિરોધ કરવાની તક ગુમાવી નહોતી. તે ભાર પૂર્વક કહેતા હતા કે તો પછી બાબરી તોડી કોણે? તેમણે કોર્ટના ચુકાદાને પડકારવો જોઇએ એમ કહીને મુસ્લિમ સમુદાયની ભાવનાઓને જીતવાનો પ્રયાસ કર્યો છે. 

અસઉદ્દીનના જવાબમાં એમ કહી શકાય તે મુસ્લિમ શાસકોેેએ અનેક ધાર્મિક સ્થાનકો તોડીને લૂંટ ચલાવી હતી તે અંગે કોઇ કશું બોલવા તૈયાર નથી. તાજેતરમાં દિલ્હી અને બેંગલુરૂમાં થયેલા હુલ્લડો માટે થયેલા પ્રીપ્લાનીંગ પણ શરમજનક સાબિત થયા છે પરંતુ ઓવૈસીની  પીન બાબરી પર અટકી ગઇ છે.

મોદી સરકાર તરફથી લેવાતા કોઇ પણ પગલાંકે કે મોદીની તરફેણમાં બનતી કોઇ પણ ઘટનાને કોઇ કાવત્રું સમજીને આંધળો વિરોધ કરવા ટેવાયેલા વિપક્ષો અને દંભી ડાબેરી વિચારવાદ સાથે સંકળાયેલા લોકો માટે બુધવારનો ચુકાદો આઘાતજનક હતો. જો એકાદ આરોપીને જેલ થઇ હોત તો મોદી સરકાર પર માછલાં ધોવાના શરૂ થાત. કુલ ૪૯માંથી ૧૭ આરોપી મોતને ભેટયા છે. બાકીના ૩૨ પૈકી ૨૬ કોર્ટમાં હાજર રહ્યા હતા.

આ એક એવો કેસ છે કે જેમાં વિશ્વભરના હિન્દુ સમાજની આસ્થા જોડાયેલી છે. ભારતમાં તો ભાજપે રામના ખભા પર બેસીને કેન્દ્રમાં સત્તા હાંસલ કરવા સુધીની ક્ષમતા ઉભી કરી હતી. આ એક એવો મુદ્દો હતો કે જેમાં કોઇ પણ રાજકીય પક્ષ ખુલીને ઓપિનીયન આપી શકે એમ નથી કેમકે જો ચુકાદો વિરોધી બોલે છો હિન્દુઓ નારાજ થાય એમ છે ્અને જો ચુકાદાની તરફેણ કરે તો મુસ્લિમ સમુદાય નારાજ થાય એમ છે. હિન્દુ નેતાઓ કહેતા હતા કેે મંજીલેતો ઓર ભી હૈ.

મુક્તિના આનંદ વચ્ચે એક  ગણગણાટ એ પણ હતો કે મોદી હૈ તો મુમકીન હૈ..

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો