Video: મન કી બાત, કોરોના કાળમાં પરિવારોએ સાથે રહેવાનું શીખ્યુ - PM મોદી


નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર 2020 રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીના માસિક રેડિયો કાર્યક્રમની આ 69મી કડી છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ લોકોને કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની અપીલ કરી. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે કોરોનાના સમયમાં બે ગજનું અંતર રાખવું ખૂબ જ જરૂરી છે.

PM મોદીએ દેશમાં કથાની પરંપરાની અગત્યતા વિશે વાત કરતાં જણાવ્યું કે, વાર્તાઓનો ઈતિહાસ એટલો જ જૂનો છે, જેટલી માનવ સભ્યતા. વાર્તાની તાકાત અનુભવ કરાવે તો કોઈ માતા પોતાના બાળકોને ભોજન ખવડાવતી વખતે વાર્તા સંભળાવે છે. ભારતમાં કથાની પરંપરા રહી છે. આપણને ગર્વ છે કે આપણે એ દેશના વાસી છીએ, જ્યાં હિતોપદેશ અને પંચતંત્રની પરંપરા રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ દરેક પરિવારમાં કોઈ વૃદ્ધ, મોટા વ્યક્તિ પરિવારને વાર્તા સંભળાવ્યા કરતા હતા અને ઘરમાં નવી પ્રેરણા, નવી ઉર્જા ભરી દે છે. 

વડાપ્રધાન મોદીએ લોકોને કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની અપીલ કરી. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યુ કે કોરોનાના સમયમાં બે ગજની દૂરી જાળવી રાખવી જરૂરી છે. વાર્તા લોકોના રચનાત્મક અને સંવેદનશીલ પક્ષને સામે લાવે છે તેને પ્રકટ કરે છે. વાર્તાની તાકાતને અનુભવ કરવી હોય તે જ્યારે કોઈ માતા પોતાના નાના બાળકને સૂવડાવવા માટે અથવા તેને ખાવાનુ ખવડાવવા માટે વાર્તા સંભળાવતી હોય છે. 

કોરોનાના આ કાલખંડમાં સમગ્ર દુનિયા અનેક પરિવર્તનોના સમયમાંથી પસાર થઈ રહી છે. આજે જ્યારે બે ગજનું અંતર એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. તો આ સંકટકાળને પરિવારના સભ્યોને અંદરોઅંદર જોડવા અને નજીક લાવવાનુ કામ પણ કર્યુ છે. આપણને જરૂર અહેસાસ થશે કે આપણા પૂર્વજોએ જે વિધિ બનાવી હતી, તે આજે પણ કેટલી મહત્વપૂર્ણ છે અને જ્યારે નથી હોતી તો કેટલી અછત અનુભવાય છે.

ખેડૂત મજબૂત હશે તો ભારત આત્મનિર્ભર બનશે. પીએમ મોદીએ કહ્યુ, આપણે અહીં કહેવામાં આવે છે. જે જમીન સાથે જોડાયેલા રહે છે તે ગમે તેટલા મોટી મુશ્કેલીમાં પણ અડગ રહે છે. કોરોનાના આ અઘરા સમયમાં આપણુ કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂત આનું જીવંત ઉદાહરણ છે. આજે ખેડૂતોને પોતાની મરજીથી પાક વેચવાની આઝાદી મળી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ, હરિયાણાના એક ખેડૂત ભાઈએ મને જણાવ્યુ કે એક સમય હતો જ્યારે તેમને મંડીમાંથી બહાર પોતાના ફળ અને શાકભાજી વેચવામાં મુશ્કેલી આવતી હતી પરંતુ 2014માં ફળ અને શાકભાજીને APMC Actમાંથી બહાર કરી દેવાયા, આનો તેમને અને આસપાસના સાથી ખેડૂતોને ઘણો ફાયદો થયો. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો