ચીનને મળશે જડબાતોડ જવાબ, ભારતે સરહદે તૈનાત કરી ખતરનાક નિર્ભય મિસાઇલ

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર 2020 સોમવાર

LAC પર છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલી તંગદીલી વચ્ચે ભારતની સેનાની તાકાતને વધુ બળ મળ્યું છે, ભારતે સરહદે નિર્ભય ક્રુઝ મિસાઇલને પણ તૈનાત કરી છે, આ મિસાઇલ એક હજાર કિમી સુધી પ્રહાર કરવાની ક્ષમતા છે, નિર્ભય મિસાઇલ તિબેટમાં સ્થિત ચીનનાં મથકો પર હુમલો કરવા સક્ષમ છે. 

શું છે મિસાઇલની વિશેષતા

આ મિસાઇલની ક્ષમતા અમેરિકાની પ્રખ્યાત ટોમહોક મિસાઇલની બરોબર છે, આ મિસાઇલ ભટ્યા વગર પોતાના નિશાન પર અચુક પ્રહાર કરે છે, નિર્ભય ક્રુઝ મિસાઇલ ભારતમાં જ ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી છે, આ મિસાઇલનું સૌપ્રથમ પરિક્ષણ 12 માર્ચ 2013માં કરાયું હતું, નિર્ભય બે તબક્કાવાળી મિસાઇલ છે, પહેલામાં લાંબું અંતર અને બીજામાં ક્ષિતિજ. આ પરંપરાગત રોકેટની જેમ સીધું આકાશમાં જાય છે, અને ફરી બીજા તબક્કામાં ક્ષિતિજ ઉડાન ભરવા માટે 90 ડિગ્રીનો વળાંક લઇ શકે છે. 

આ મિસાઇલ 6 મિટર લાંભી અને 0.52 મીટર પહોળી છે, તે 0.6 થી લઇને 0.7 મૈકની ઝડપે ઉડી શકે છે, તેનું મહત્તમ વજન 1500 કિલોગ્રામ છે, જે 1000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે, એડવાન્સ લેબોરેટરી દ્વારા બનાવવામાં આવેલા નક્કર રોકેટ મોટર બુસ્ટરનો પ્રયોગ  કરવામાં આવ્યો છે, જેનાથી મિસાઇલને ઇંધણ મળે છે. 

T-90 ભીષ્મ ટેન્ક પણ  તૈનાત

ચીન સાથે વધેલા ટેન્સન દરમિયાન ભારત સતત તેના ઘાતક હથિયારો  તૈનાત કરી રહ્યું છે. આ પહેલા દુનિયાનાં સૌથી અચુક ટેન્ક મનાતા ટી-90 ભીષ્મ ટેન્કને તૈનાત કરાયા હતા, ટી-90 ભીષ્મ ટેન્કમાં મિસાઇલ હુમલો રોકનારૂ ક્વચ છે, તેમાં શક્તિશાળી 1 હજાર હોર્સ પાવરનું એન્જિન છે,તે એક જ વખતમાં 550 કિમીનું અંતર કાપવામાં સક્ષમ છે, તેનું વજન 48 ટન છે, આ દુનિયાની સૌથી હલ્કી ટેન્કો પૈકીની એક છે, ટી-90 ભીષ્મ ટેન્ક દિવસ અને રાતમાં દુશ્મન સામે લડવાની ક્ષમતા રાખે છે.   

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે