લદ્દાખ: ભીષ્મ ટેન્કની હુંકાર, સ્પેશ્યલ ટેન્ક તૈયાર, ચીન સામે લડવા આ છે સેનાની રણનીતિ


લદ્દાખ, તા. 27 સપ્ટેમ્બર 2020 રવિવાર

છેલ્લા લગભગ પાંચ મહિનાથી લદ્દાખ સરહદ પર ભારત અને ચીની સેના યુદ્ધના મોર્ચે તૈનાત છે. લેહથી 200 કિલોમીટર દૂર પૂર્વી લદ્દાખના ચુમાર ડેમચોક સરહદ પર ભારતીય સેનાના સૈનિક અને ટેન્ક કઈ રીતે ચીનને હંફાવવા માટે તૈયાર છે. 

16000થી લઈને 18000 ફૂટની ઉંચાઈ પર શૂન્યથી નીચેના તાપમાનમાં ભારતીય સેનાના જવાન કઈ રીતે તૈનાત છે. કેવી રીતે તેમના રહેવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રીફેબ્રીકેટેડ હટ્સ તૈયાર કરવામાં આવી રહી છે. 

ભલે અત્યારે ભારત અને ચીની સેનાઓ વચ્ચે એકવાર ફરીથી વાતચીત દ્વારા મુદ્દાને ઉકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ ભારતીય સેનાના વલણ સ્પષ્ટ છે કે તેઓ કોઈ પણ મોર્ચે ચીન વિરૂદ્ધ પોતાની તૈયારીઓમાં કોઈ કસર છોડવા ઈચ્છતા નથી.

સૌથી પહેલા જાણી લો કે ડેમચોકમાં સિંધુ નદીના કિનારે હજારો માઈલમાં ફેલાયેલી ખીણમાં કેવી રીતે ભારતીય સેનાના ટી 90 ટેન્ક અને બીએમપી ચીન વિરૂદ્ધ હુંકાર ભરી રહ્યા છે. જરૂર પડ્યે થોડીક જ મિનિટોમાં આ ટેન્ક ચીનની સરહદમાં ઘૂસીને તેમના ઠેકાણાને ધ્વસ્ત કરી શકે છે.


ટી-90 ભીષ્મ ટેન્ક તૈનાત

પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે તણાવ વચ્ચે ભારતે દુનિયાના સૌથી અચૂક ટેન્ક માનનારા ટી-90 ભીષ્મ ટેન્કને તૈનાત કરી દીધા છે. આની તૈનાતી સાથે જ લદ્દાખમાં આને ભારતીય સેનાનું સૌથી મોટુ શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યુ છે. એવુ એટલા માટે કેમ કે આની તૈનાતીનો અર્થ છે કે ભારતીય સેના યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે દરેક પળે તૈયાર છે.

ટી-90 ભીષ્મ ટેન્કમાં મિસાઈલ હુમલાને રોકનારૂ કવચ છે. જેમાં શક્તિશાળી 1000 હૉર્સ પાવરનું એન્જિન છે. આ એક વારમાં 550 કિ.મીનું અંતર નક્કી કરવામાં સક્ષમ છે. આનું વજન 48 ટન છે. આ દુનિયાના હળવા ટેન્કોમાંનુ એક છે. આ દિવસ અને રાત્રે દુશ્મન સામે લડવાની ક્ષમતા રાખે છે. એવામાં ભારતીય સેનાના ટેન્કોની ગર્જનાથી ચીન હાંફી રહ્યુ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો