રાજ્યમાં કોરોના વાયરસથી સ્થિતી ચિંતાજનક, આજે 1411 નવા કેસ, 10 દર્દીઓનાં મોત, કુલ મત્યુઆંક 3419

ગાંધીનગર, 27 સપ્ટેમ્બર 2020 રવિવાર

રાજ્યમાં કોરોના વાયરસ દિનપ્રતિદિન ખતરનાક સ્વરૂપ ધારણ કરતો જાય છે. આજે રાજ્યમાં 1411 દર્દીઓ નોંધાયા તે સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને 1,33,219એ પહોંચી છે તો બીજી તરફ રાજ્યમાં 1231 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,13,140 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં કુલ 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 42,32,408 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1411 કેસ નોંધાયા છે જ્યારે 1231 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,13,140 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.93% ટકા છે.

રાજ્યમાં આજે 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 1, જુનાગઢ કોર્પોરેશન 1, રાજકોટ 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 10 દર્દીઓ મોતને ભેટ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3419 લોકોનાં મોત નિપજ્યા છે. 

જો આજે  રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો વિગત આ પ્રમાણે છે જેમાં  આજે અમદાવાદ કોર્પોરેશન 178, સુરત કોર્પોરેશન 160, રાજકોટ કોર્પોરેશન 112, સુરત 109, વડોદરા કોર્પોરેશન 92, જામનગર કોર્પોરેશન 81, રાજકોટ 59, મહેસાણા 52, વડોદરા 41, બનાસકાંઠા 36, કચ્છ 34, સુરેન્દ્રનગર 34, ભાવનગર 31, અમરેલી 30, પાટણ 27, ગાંધીનગર 26, મોરબી 24, ભરૂચ 21, અમદાવાદ 19, ગાંધીનગર કોર્પોરેશન 19, સાબરકાંઠા 19, જામનગર 18, પંચમહાલ 18, આણંદ 16, ભાવનગર કોર્પોરેશન 16, ખેડા 16, જુનાગઢ કોર્પોરેશન 15, જુનાગઢ 14, દાહોદ 12, તાપી 12, મહીસાગર 11, નવસારી 11, ગીર સોમનાથ 9, વલસાડ 8, દેવભૂમિ દ્વારકા 7, અરવલ્લી 6, નર્મદા 6, છોટા ઉદેપુર 5, પોરબંદર 3, બોટાદ 2, ડાંગ 2 મળી કુલ 1411 કેસો મળ્યા છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,05,868 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,05,420 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 448 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16660 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 86 છે. જ્યારે 16574 લોકો સ્ટેબલ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે