ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1417 નવા કેસ, 13ના મોત, 1419 સ્વસ્થ થયાં
અમદાવાદ, તા. 26 સપ્ટેમ્બર 2020, શનિવાર
ગુજરાતમાં કોરોનાની રફ્તાર યથાવત્ છે. દરરોજ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. પરંતુ સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો રાહત આપનારો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1417 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 13 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3409 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1419 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.
આજે નોંધાયેલા કુલ 1417 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 180 અને જિલ્લામાં 117 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 175 અને જિલ્લામાં 20 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 95 અને જિલ્લામાં 41 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 110 અને જિલ્લામાં 58 કેસ, જામનગર કોર્પોરેશન એરિયામાં 89 અને જિલ્લામાં 21 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 82 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,408 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 111,909 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3409 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 84.90% છે.
આજે ગુજરાતમાં કુલ 61,865 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે કુલ 41,72,051 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 6,07,071 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,06,679 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે તો 392 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
સરકાર નવરાત્રીનું આયોજન નહી કરે
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં યોજવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. 17થી 25 ઓક્ટોબર દરમિયાન રાજ્ય સરકારે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવના જે આયોજનો કર્યા હતા તે તમામ આયોજનો રદ કરવામાં આવ્યા છે.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખુલ્લુ મુકાશે
આગામી 1 ઓક્ટોબરથી અમદાવાદનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખોલવામાં આવશે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલમાં સાફસફાઈ અને સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ચ મહિનાથી કોરોના મહામારીને કારણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ કરવામાં આવ્યું હતુ. કાંકરીયાના 2 ગેટ ખોલવામાં આવશે. મુલાકાતીઓ માટે ટિકિટ બારી પાસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે સર્કલ દોરવામાં આવ્યા છે અને સિમિત સંખ્યામાં જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે.
Comments
Post a Comment