ભારત 2290 કરોડ રૂપિયાનાં શસ્ત્રો ખરીદશે, કેન્દ્રના સંરક્ષણ ખાતાએ દરખાસ્તને મંજૂરી આપી


- ચીન અને પાકિસ્તાન સાથે ટેન્શન પ્રવર્તી રહ્યું હતું 

નવી દિલ્હી, તા. 29 સપ્ટેંબર 2020 મંગળવાર

લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર ચીન સાથે સતત થઇ રહેલા ટેન્શન વચ્ચે કેન્દ્રના સંરક્ષ મંત્ર્યાલયે રૂપિયા 2290 કરોડની લશ્કરી શસ્ત્ર સરંજામ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ દરખાસ્તમાં અમેરિકા પાસેથી 72 હજાર એસોલ્ટ રાયફલ ખરીદવાની યોજનાનો સમાવેશ થયો હતો.

સંરક્ષણ મંત્ર્યાલયની સોમવારે મળેલી બેઠકમાં સર્વોચ્ચ સમિતિ ડિફેન્સ એક્વીઝીશન પ્રોસિજરના સભ્યો હાજર હતા. સરહદ પર સતત વધી રહેલા ટેન્શનને ધ્યાનમાં રાખીને નવી લશ્કરી સામગ્રી ખરીદવાની દરખાસ્ત આ બેઠકમાં રજૂ થઇ હતી.  

આ માહિતી આપતાં સંરક્ષણ ખાતાના પ્રવક્તાએ કહ્યું કે જે સામગ્રી ખરીદવાની મંજૂરી અપાઇ છે એમાં અમેરિકાની એસોલ્ટ રાયફલ્સ ઉપરાંત હવાઇ દળ માટે 970 કરોડ રૂપિયાની એન્ટી એરફિલ્ડ વીપન સિસ્ટમ્સનો પણ સમાવેશ કરાયો હતો. આ અધિકારીએ કહ્યું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘના અધ્યક્ષપદે મળેલી આ બેઠકે કુલ 2290 કરોડ રૂપિયાની લશ્કરી સામગ્રી ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. 

આ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે અગ્રીમ હરોળ પર ફરજ બજાવી રહેલા સૈનિકો માટે રૂપિયા 780 કરોડની સીગ સોઅર રાયફલ્સ ખરીદવામાં આવશે. સાથોસાથ સ્વદેશમાં નિર્મિત સ્ટેટિક હાઇ ફ્રીકવન્સી ટ્રાન્સ-રિસિવર સેટ  ખરીદવાની યોજના  હતી. આ ટ્રાન્સ-રિસિવર સેટ પાછળ 540 કરોડનો ખર્ચ થશે. આ રેડિયો સેટ ભૂમિ દળ અને હવાઇ દળ વચ્ચે સંદેશ વ્યવહાર માટે ઉપયોગી સાબિત થશે. સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વીપન નૌકા દળ અને હવાઇ દળ બંને માટે ઉપયોગી સાબિત થશે.

અમેરિકાની સીગ સોઅર રાયફલ્સ માટે ઓર્ડર અપાઇ ચૂક્યો હતો. 72 હજાર રાયફલ્સ પહેલાં મળી ચૂકી હતી. બીજી 72 હજાર રાયફલ્સ મળવાની બાકી હતી.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે સંરક્ષણ માટેની સાધનસામગ્રી ખરીદવાની પ્રક્રિયાને વધુ સઘન બનાવી હતી અને વરદી અપાયા પછી જરૂરી સામગ્રી મેળવવામાં વધુ સમય ન વેડફાય એવી વ્યવસ્થા તેમણે ગોઠવી  હતી એમ પણ સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો