રશિયાની સેનામાં સામેલ 45 ભારતીયો મુક્ત, હજુ 50 બાકી, યુદ્ધમાં મોકલનારા એજન્ટો સામે કાર્યવાહી
Russia-Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રશિયાની સેનામાં ગેરકાયદેસર રીતે સામેલ કરાયેલા ભારતીયો અંગે રશિયન સેના તરફથી મહત્વની વિગતો સામે આવી છે. આ ઉપરાંત ભારત સરકારે પણ યુદ્ધમાં મોકલનારા એજન્ટો સામે કાર્યવાહી કરી હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. ભારતીયોને યુદ્ધમાં સામેલ કરવા ગેરમાર્ગે દોરાયા મળતા અહેવાલો મુજબ, રશિયાએ ગેરકાયદેસર રીતે સેનામાં સામેલ કરાયેલા 45 ભારતીયોને મુક્ત કર્યા છે, જ્યારે હજુ 50થી વધુ ભારતીય નાગરિકો રશિયાની સેનામાં ફસાયેલા છે, જેમના કાઢવા માટે ભારત સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ તમામ ભારતીયોને યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં સામેલ કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આ પણ વાંચો : ઈઝરાયલની વધુ એક એરસ્ટ્રાઈક, કમાન્ડો ઓપરેશન કરવા સેના સીરિયામાં ઘૂસી, ઈરાન લાલઘૂમ અન્ય ભારતીયોને પણ પરત લવાશે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારત સરકાર રશિયાની સેનામાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કોની યાત્રાએ ગયા હતા, જ્યાં રશિયાના રાષ્...