ભારતમાં મંકીપૉક્સ વાયરસની એન્ટ્રી, શંકાસ્પદ દર્દી પોઝિટિવ હોવાનું સામે આવતા કેન્દ્ર સરકાર એલર્ટ


Monkeypox Cases In India : મંકીપોક્સના કેસને લઈ વિશ્વભરમાં ચિંતા ફેલાઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પણ તમામ દેશોને સાવચેત કરી ચુકી છે, ત્યારે હવે ભારતમાં પણ મંકીપોક્સ વાયરસની એન્ટ્રી થતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. મળતા અહેવાલો મુજબ થોડા દિવસો પહેલા વિદેશમાંથી આવેલ શંકાસ્પદ દર્દી પોઝિટિ હોવાનું સામે આવ્યું છે.

હોસ્પિટલમાં દાખલ કરાયેલ દર્દી પોઝિટિવ હોવાની પુષ્ટી

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ‘ભારતમાં મંકીપોક્સનો એક કેસ સામે આવ્યો છે, જોકે આ મામલો ડબલ્યુએચઓએ જાહેર કરેલા હેલ્થ ઈમરજન્સીનો ભાગ નથી. થોડા દિવસો પહેલા વિદેશથી આવેલો વ્યક્તિ શંકાસ્પદ હોવાનું સામે આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી, જેમાં તે મંકીપોક્સથી પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ છે.’

આ પણ વાંચો : ચંદ્ર પર બનાવાશે પરમાણુ પાવર પ્લાન્ટ! રશિયા, ભારત અને ચીન રચશે ઈતિહાસ, જાણો પ્રોજેક્ટની વિશેષતા

મંકીપોક્સ અંગે WHOએ પણ ચિંતા વ્યક્ત કરી હતી

આ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે એક એડવાઈજારી કરી હતી, જેમાં વાયરલ ઈન્ફેક્સનું ઝડપથી સ્ક્રીનિંગ કરવા તેમજ સ્થિતિ પર નજર રાખવાનો ઉલ્લેખ કરાયો છે. જોકે અધિકારીઓએ ચિંતા ન કરવાની સાથે કહ્યું છે કે, આપણો દેશ બહારથી આવતા પ્રવાસીઓના આઈસોલેશન મામલે સંપૂર્ણ તૈયાર છે. મહત્વની વાત એ છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ અગાઉ મંકીપોક્સ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ ગંભીર બિમારીના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થઈ ચુક્યા છે.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ કર્યા

આ મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંભવિત સોર્સની ઓળખ કરવા તેમજ દેશમાં વાયરસના પ્રભાવનું આકલન કરવા માટે દર્દીની કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહી છે. ભારત મંકીપોક્સ વાયરસ સામે લડવા સમગ્ર રીતે તૈયાર છે અને કોઇ પણ સંભવિત જોખમને રોકવા અને ઓછો કરવા પૂરતા પ્રયાસ કરાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે આ અંગે તમામ રાજ્યોને પણ આવશ્યક ગાઇડલાઇન્સ જાહેર કરી એલર્ટ રહેવા જણાવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે UAE: અબુ ધાબીના 'યુવરાજ'ની ભારત યાત્રામાં મોટી જાહેરાત

116 દેશોમાં 99 હજારથી અધિક કેસ

ડબલ્યુએચઓએ ગયા મહિને મંકીપોક્સને ‘આંતરરાષ્ટ્રીય ચિંતાની હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરી છે. નોંધનીય છે કે, ડબ્લ્યુએચઓએ અગાઉ જુલાઇ 2022માં પણ મંકીપોક્સને કટોકટી જાહેર કરી હતી, જેને મે 2023માં રદ કરવામાં આવી હતી. જો કે, તાજેતરમાં ડબ્લ્યુએચઓએ જણાવ્યું કે વર્ષ 2022થી અત્યાર સુધી વૈશ્વિક સ્તરે મંકીપોક્સના 116 દેશોમાં 99,176 કેસ સામે આવ્યા છે, જેમાં 208 લોકોના મોત થયા છે.

કંઇ રીતે ફેલાય છે મંકીપોક્સ?

થોડાક દિવસો પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં એ વાત સામે આવી હતી કે, મંકીપોક્સ સામાન્ય રીતે બેથી ચાર અઠવાડિયાનું સંક્રમણ હોય છે અને દર્દી યોગ્ય સારવારથી સ્વસ્થ થઇ જાય છે. આ વાઇરસ સંક્રમિત વ્યક્તિની સાથે લાંબા સમય સુધી નિકટ સંપર્ક, જાતીય સંપર્ક, થૂંક જેવા પ્રવાહી પદાર્થના માધ્યમથી, શરીર સાથે સંપર્ક અથવા સંક્રમિત વ્યક્તિના કપડાંનો ઉપયોગ કરવાથી ફેલાઇ શકે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો