ટીબીના દર્દીઓ માટે રાહતના સમાચાર! સરકારે ચાર નવી દવાને આપી મંજૂરી, ઓછા સમયમાં થઈ શકશે સારવાર


New BPALM Regimen For Treatment Of TB : ટીબી(Tuberculosis)ના દર્દીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. એક દાવા અનુસાર વર્ષ 2025 સુધીમાં ટીબીના દર્દીઓમાં રિકવરી રેટમાં સુધારો થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટીબીને રોકવા માટે વધુ સારી સારવાર મળી રહે તે માટે નવી અને ટૂંકી સારવારને મંજૂરી આપી છે.

અગાઉની સારવાર પ્રક્રિયા કરતાં વધુ સુરક્ષિત

સરકારી આંકડા અનુસાર દેશમાં હાલ 75,000 ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીના દર્દીઓ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (MDR-TB) સામે નવી અને અસરકારક સારવાર માટેની BPALM પદ્ધતિને મંજૂરી આપી છે. BPALM પદ્ધતિમાં ચાર દવાઓનું મિશ્રણ હોય છે. મંત્રાલયના કહ્યા અનુસાર બેડાક્વિલિન, પ્રીટોમેનિડ, લાઇનઝોલિડ અને મોક્સીફ્લોક્સાસીન અગાઉની MDR-TB સારવાર પ્રક્રિયા કરતાં વધુ સુરક્ષિત, વધુ અસરકારક અને ઝડપી સારવાર પૂરી પાડશે. જે ટીબીની ઝડપથી અને અસરકારક સારવાર કરવામાં મદદ કરશે.

માત્ર 6 મહિનામાં જ સારવાર થઇ શકશે 

ભારતમાં અત્યાર સુધીમાં ટીબીના દર્દીઓનો સંપૂર્ણ કોર્સ લગભગ 20 મહિનાનો છે. હવે નવી પદ્ધતિને મંજુરી મળ્યા બાદ હવે આ કોર્સનો સમયગાળો માત્ર 6 મહિનાનો રહેશે. ચાર નવી એન્ટિ-ટીબી દવાઓ ટીબીના દર્દીઓની પ્રારંભિક સારવારમાં મદદ કરશે. સારવારમાં સમાવિષ્ટ તમામ નવી દાવાઓને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) તરફથી પરવાનગી મળી ગઈ છે.

વર્ષ 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનું લક્ષ્ય

WHO(World Health Organization)ના રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં વિશ્વભરમાં એક કરોડથી વધુ ટીબીના કેસ નોંધાયા હતા. જેમાંથી 27 ટકા કેસ ભારતમાં નોંધાયા હતા. વર્ષ 2022માં 28 લાખ ભારતીયોને ટીબી થયો હતો. વિશ્વભરમાં વર્ષ 2022માં ટીબીના કારણે લગભગ 13 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારના આ નિર્ણયથી દેશમાં આ અભિયાનને વધુ મજબૂતી મળશે.

<="" p="">

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો