'ભાજપના ધારાસભ્યએ વિધાનસભા અને સરકારી ગાડીમાં મારા પર દુષ્કર્મ આચર્યું', મહિલાના ગંભીર આરોપ


કર્ણાટકમાં રેવન્નાના સેક્સ સ્કેન્ડલ બાદ ભાજપના નેતા પર ગંભીર આક્ષેપ

મુનિરત્નાએ સરકારી કાર તેમજ ગોડાઉનમાં પણ શારીરિક શોષણ કર્યું, એક નેતાના પતિને ફસાવવા હની ટ્રેપ માટે ઉપયોગ કરાયો : મહિલાનો દાવો

Karnataka BJP MLA Muniratna News | કર્ણાટકમાં એક મહિલાએ ભાજપના ધારાસભ્ય એન મુનિરત્ના નાયડૂ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાએ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં કહ્યું છે કે ભાજપના આ ધારાસભ્યએ મારા પર વિધાનસભામાં ઉપરાંત સરકારી કારમાં અને ગોડાઉન વગેરે સ્થળોએ અનેક વખત રેપ કર્યો હતો. એટલુ જ નહીં હની ટ્રેપ માટે મારા પર દબાણ પણ કરાયું હતું. 

કર્ણાટકના આરઆર નગરથી ભાજપના ધારાસભ્ય એન મુનિરત્ના નાયડૂની અગાઉ બળાત્કાર અને હની ટ્રેપના મામલામાં ધરપકડ થઇ ચુકી છે, જે બાદ તેમને ન્યાયીક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. હવે તેમને એસઆઇટીની કસ્ટડીમાં લઇ લેવાયા છે. મહિલાએ ધારાસભ્ય ઉપરાંત તેનો ગનમેન અને છ સહયોગીઓની સામે પણ ધમકાવવાના આરોપો લગાવ્યા છે. મહિલાએ કહ્યું હતું કે ધારાસભ્યએ મારો ઉપયોગ એક પૂર્વ કાઉન્સિલના પતિને હની ટ્રેપમાં ફસાવવા માટે મારો ઉપયોગ કર્યો હતો. આ પહેલા એક કોન્ટ્રાક્ટરે ભાજપના ધારાસભ્ય મુનિરત્ના પર ઉત્પીડન અને મારી નાખવાની ધમકીનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યએ સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. બાદમાં મને ધમકી આપવામાં આવી કે જો આ મામલે કોઇને પણ જાણ કરવામાં આવી તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. 

પીડિતાએ કહ્યું હતું કે મુનિરત્નાએ મને અનેક વખત હની ટ્રેપ કરવા માટે મજબૂર કરી હતી. મને મારી નાખવાની ધમકી આપીને મારી પાસે હની ટ્રેપ કરાવવામાં આવ્યું હતું. બીજી તરફ કર્ણાટક સરકારે પણ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. આ પહેલા વર્ષ 2012માં ભાજપની સરકારમાં બે મંત્રી લક્ષ્મણ સાવદી અને સીસી પાટિલ મોબાઇલમાં પોર્ન જોતા ઝડપાયા હતા. ૨૦૨૩માં ત્રિપુરા વિધાનસભાના સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્ય જાદવલાલ નાથ મોબાઇલમાં પોર્ન જોતા ઝડપાયા હતા. અગાઉ કર્ણાટકમાં જેડીએસના નેતા પ્રજ્વલ રેવન્નાનું સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું હતું હવે ભાજપના ધારાસભ્ય રેપના કેસમાં ચર્ચામાં આવ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો