અમેરિકાથી આવ્યા દુઃખદ સમાચાર, ભારતીય દૂતાવાસના અધિકારીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ


India USA News:  અમેરિકાના ભારતીય દૂતાવાસમાં એક અધિકારીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે. આ અંગે સમાચાર સંસ્થાઓ જણાવે છે કે, આ નિધન અંગે સ્થાનિક પોલીસ તથા આંતરિક ગુપ્તચર એજન્સી એફ.બી.આઈ. (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) તપાસ ચલાવી રહી છે.

બુધવારે બનેલી આ ઘટના પાછળ રહેલા વિવિધ કારણો શોધાઈ રહ્યાં છે. એક કારણ તેવું પણ લાગે છે કે, મૃતકે આત્મહત્યા પણ કરી હોય તો તે માટે કારણો શોધાઈ રહ્યાં છે.

ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, 'એક અધિકારીનું નિધન થયું છે, દૂતાવાસમાં જ નિધન થયું છે.' પરંતુ તેથી વિશેષ કશું કહેવામાં આવ્યું નથી.

દૂતાવાસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ઘણાં દુ:ખ સાથે અમે જણાવીએ છીએ કે દૂતાવાસના એક અધિકારીનું 18 સપ્ટેમ્બર 2024ના દિને સાંજે નિધન થયું છે.' અમે તેઓનાં કુટુમ્બીજનો અને સંબંધિત સંસ્થાઓનાં સંપર્કમાં છીએ. તે દિવંગત અધિકારીનો નશ્વર દેહ ભારત પહોંચાડવાની તજવીજ ચાલી રહી છે.

આ સાથે દૂતાવાસે જણાવ્યું હતું કે, 'દિવંગતનાં કુટુમ્બીજનોની લાગણીને લક્ષ્યમાં રાખી અમો વધુ વિગતો જણાવી શકીએ તેમ નથી. અમારી ભાવનાઓ અને પ્રાર્થનાઓ દિવંગતનાં કુટુમ્બીજનો સાથે છે. તેઓની સમજદારી માટે પણ અમે આભારી છીએ.'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો