ઘોર કળિયુગ! ત્રિપુરામાં 2 દીકરાએ માતાને વૃક્ષ પર બાંધી જીવતી બાળી નાખતાં ખળભળાટ


Tripura sons tied Mother with Tree and Burnt alive | પશ્ચિમ ત્રિપુરામાં બે પુત્રોએ 62 વર્ષીય માતાને ઝાડ સાથે બાંધીને કથિત રીતે સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું કે આરોપી પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે પારિવારિક વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોઈ શકે છે. 

ક્યાં બની હતી ઘટના? 

પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે ચંપકનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખમારબારીમાં બની હતી. આશરે દોઢ વર્ષ પહેલા પતિનું અવસાન થતાં મહિલા તેના બે પુત્રો સાથે રહેતી હતી. તેમનો ત્રીજો પુત્ર અગરતલામાં રહે છે. 

પોલીસે આ મામલે શું કહ્યું? 

જીરનિયાના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી કમલ કૃષ્ણ કોલોઈએ જણાવ્યું હતું કે, “એક મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝાડ સાથે બાંધેલી સળગી ગયેલી લાશને બહાર કાઢી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમે મહિલાના બે પુત્રોની આ કેસમાં કથિત સંડોવણી માટે ધરપકડ કરી છે.  આરોપી દીકરાઓને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ પૂછપરછ માટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલવાની વિનંતી કરવામાં આવશે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો