કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો માર્યા ગયા: 25 વર્ષ બાદ પાકિસ્તાનની કબૂલાત
Pakistan Army Chief Says About Involvement Kargil War : પાકિસ્તાનની સેનાએ પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, 1999ના કારગિલ યુદ્ધમાં તેમની સંડોવણી હતી. જેમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ગત શુક્રવારે (6 સપ્ટેમ્બર) સંરક્ષણ દિવસના અવસર પર પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કારગીલમાં પાકિસ્તાન આર્મીના જવાનોના મૃત્યુની વાત સ્વીકારી હતી. આ પહેલા ક્યારેય સ્વીકારવામાં આવ્યું ન હતું.
1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની સંડોવણી
પરંતુ, અત્યાર સુધી પાકિસ્તાનના કોઈપણ આર્મી ચીફ, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ શાહિદ અઝીઝ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની સંડોવણી હોવાનું સ્વીકાર્યુ હતું. આ સિવાય 1999ના કારગિલ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ રહેલા જનરલ પરવેઝ મુશર્રફ પોતે ઘણી વખત આ વાત સ્વીકારી ચૂક્યા છે.
આ પણ વાંચો : 'ભાજપમાં જ જોડાઈ જવાય ને!', કાકા મહાવીર ફોગાટે જ વિનેશ ફોગાટ પર સાધ્યું નિશાન
છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું
જનરલ મુનીરે કહ્યું કે, 'પાકિસ્તાન બહાદુરોનો સમુદાય છે, જે સ્વતંત્રતાનો મહત્ત્વ અને તેની કિંમત કઈ રીતે ચૂકવવી તે સમજે છે. આમ તે ભલેને 1948, 1965, 1971 કે 1999નું કારગિલ યુદ્ધ હોય, હજારો સૈનિકોએ દેશ અને ઈસ્લામ માટે પોતાના પ્રાણની આહુતિ દીધી છે. છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે. જો કે, આ પહેલા પાકિસ્તાની સેનાના કોઈ જનરલે કારગિલ યુદ્ધને લઈને આવું સ્પષ્ટ નિવેદન આપ્યું ન હતું.'
કારગિલ યુદ્ધમાં કાશ્મીરી ઉગ્રવાદીનો હાથ, પાકિસ્તાનનો દાવો
શરૂઆતથી પાકિસ્તાને દાવો કર્યો હતો કે, કારગિલ યુદ્ધમાં કાશ્મીરી ઉગ્રવાદીનો હાથ છે. જેથી પાકિસ્તાને કારગિલ યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. આ પછી, ભારતે પાકિસ્તાની સૈનિકોના સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીને અપાઈ મોટી જવાબદારી, વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપનું ખાસ પ્લાનિંગ
ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરતા કારગિલ યુદ્ધ શરૂ થયેલું
તમને જણાવી દઈએ કે, કારગિલ જિલ્લામાં વ્યૂહાત્મક સ્થળો પર કબજો કરવાના ઉદ્દેશ્ય સાથે પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓની ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરતા કારગિલ યુદ્ધ શરૂ થયું હતું. જેમાં તે વિસ્તારમાંથી પાકિસ્તાની દળોની પીછેહઠ સાથે સંઘર્ષનો અંત આવતા ભારતની નિર્ણાયક જીત થઈ હતી. તે સમયે અમેરિકા અને અન્ય મોટા દેશો સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયે સંઘર્ષમાં ભૂમિકા હોવાથી પાકિસ્તાનની ટીકા કરી હતી.
Comments
Post a Comment