અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્ત્વોનો આતંક, તલવાર-હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસી કરી ધમાલ


Chankyapuri Clash : અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના શિવમ આર્કેડ સોસાયટીમાં હથિયારધારી અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હોવાની ઘટના બની છે. તલવાર અને અન્ય હથિયાર લઈને સોસાયટીમાં ટોળુ ઘુસતા લોકોમાં ડર વર્યાઈ રહ્યો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.  

ચાણક્યપુરીમાં ટોળાએ ઘાતક હથિયાર સાથે ધમાલ મચાવી 

મળતી માહિતી પ્રમાણે, ચાણક્યપુરીના શિવમ આર્કેડ સોસાયટીમાં અસામાજિક તત્વોના એક ટોળાએ હાથમાં તલવાર, પથ્થર અને અન્ય ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી. 

આ પણ વાંચો : VIDEO: મેઘરાજાની રડારમાં જૂનાગઢ : ગિરનાર પર્વત પર સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો, સાંજ સુધીમાં શહેર આખું પાણી પાણી

સ્થાનિકોએ શું કહ્યું?

સ્થાનિકોનું કહેવું છે કે, 'થોડા દિવસ પહેલા ભાડે રાખેલા મકાનમાં પાંચ લોકોએ દારુની મહેફિલ માણી હતી. આ પછી સોસાયટીમાં મહિલાની છેડતી કરી હતી. જેથી સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોએ તેમને પકડવાની કોશિશ કરી હતી, તો ત્રણ વ્યક્તિ ભાગી જઈને અન્ય 20થી વધુ લોકોના ટોળાને બોલાવીને બબાલ શરુ કરી હતી. જેમાં સિક્યુરિટીની કેબિન અને વાહનો નુકસાન પહોંચ્યું છે.'


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો