પુતિનનું યુદ્ધ નિષ્ફળ થઈ ગયું, યૂક્રેન હજુ પણ આઝાદ...', UNમાં જો બાઈડેનનું મોટું નિવેદન

Joe Biden


Joe Biden Speech in UN: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને મંગળવારે (24 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર આકરા પ્રહાર કર્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'અમે આક્રમકતા વિરૂદ્ધ મજબુતાઇથી ઉભા છીએ અને અમે વધતા સંઘર્ષોને પણ ખતમ કરીશું. જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો અમે માત્ર વિરોધ કરી કામ ચલાવી શકતા હતા, પરંતુ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને મેં આ યુદ્ધની ગંભીરતા સમજી અને અમે તેમજ અમારા નાટો સહયોગી 50થી વધુ દેશો આના વિરોધમાં ઉભા થયા, સારા સમાચાર એ છે કે વ્લાદિમીર પુતિનનો યુદ્ધ નિષ્ફળ થઇ ગયો, યુક્રેન હજુ પણ સ્વતંત્ર છે.'

અફઘાનિસ્તાનનો કર્યો ઉલ્લેખ

યુએન મહાસભામાં અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'રાષ્ટ્રપતિ ઓબામાના ઉપપ્રમુખ તરીકે તેમણે મને ઇરાકમાં લશ્કરી અભિયાનને સમાપ્ત કરવા માટે કામ કરવા કહ્યું અને અમે એના પર અમલ કર્યો. જ્યારે હું રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં આવ્યો ત્યારે અફઘાનિસ્તાને અમેરિકાના સૌથી લાંબા યુદ્ધ તરીકે વિયેતનામને પાછળ છોડી દીધું હતું. હું એ યુદ્ધ સમાપ્ત કરવા માંગતો હતો અને મેં એવું જ કર્યું. આ એક મુશ્કેલ નિર્ણય હતો. ચાર અમેરિકન રાષ્ટ્રપતિ સામે આ મુદ્દો ઊભો હતો, પરંતુ મેં આ મુદ્દાને પાંચમા રાષ્ટ્રપતિ સુધી ન જવા દીધો.'

આ પણ જુઓઃ VIDEO: લેબેનોનમાં પેજર-વૉકીટૉકી બ્લાસ્ટ પછી રેડિયો સિસ્ટમ હેક, ઈઝરાયલના 80 હજારથી વધુ સંદેશથી લોકો ભયભીત

'દુનિયાને મદદ કરવાથી પાછળ ન હટવું જોઈએ'

યુએનમાં પોતાના છેલ્લા ભાષણમાં બાઇડેને કહ્યું કે, 'વોશિંગ્ટને વિશ્વને મદદ કરવાથી પાછળ હટવું જોઈએ નહીં.' દરમિયાન તેમણે લેબેનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા તણાવને સંપૂર્ણ સ્તરના યુદ્ધમાં ફેરવવાનો ભય પણ વ્યક્ત કર્યો હતો. પોતાના સંબોધનમાં અમેરિકી રાષ્ટ્રપતિએ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ અને સુદાનમાં 17 મહિના લાંબા ગૃહયુદ્ધને સમાપ્ત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ફેબ્રુઆરી 2022થી રશિયાના હુમલાઓનો સામનો કરી રહેલા યુક્રેન માટે યુએસ અને તેના પશ્ચિમી સહયોગીઓનો સંપૂર્ણ સમર્થન પણ જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ પેજર બ્લાસ્ટ પછી અમેરિકા પણ ફફડી ગયું, ચીન પર પ્રતિબંધોની તૈયારી; જાણો શું છે કારણ

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે