'પાકિસ્તાન અતીતમાં જીવી રહ્યું છે...', શહબાઝ શરીફના જમ્મુ-કાશ્મીર અંગેના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ
Shehbaz Sharif on Jammu Kashmir : ભારત તરફથી UNGAમાં પાકિસ્તાન તરફથી કાશ્મીર રાગ આલાપવા પર જડબાતોડ જવાબ અપાયો છે. શુક્રવારે (27 સપ્ટેમ્બર) ભારતે રાઇટ ટૂ રિપ્લાઈમાં કહ્યું કે, 'પાકિસ્તાન હજુ પણ અતીતમાં જીવી રહ્યું છે અને તે કાશ્મીરના મુદ્દે વેર-વિખેર થઈ ચૂક્યું છે. દુનિયાનો કોઈ દેશ તેનું સમર્થન નથી કરતો.' સરકારી સૂત્રોએ આ અંગે ખાનગી ન્યૂઝ એજન્સીને માહિતી આપી કે ભારત તરફથી જ્યારે કહેવાયું છે કે ત્યાં સુધી કે કાશ્મીરી પણ વિકાસ અને લોકશાહીના પક્ષમાં મતદાન કરી રહ્યા છે. પાકિસ્તાન જેટલું જલ્દી જમીની કહીકતનો સ્વીકાર કરી લેશે, પાકિસ્તાનના ભવિષ્ય માટે એટલું સારું રહેશે.
પાકિસ્તાની પીએમએ કર્યો કાશ્મીરનો ઉલ્લેખ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે UNGAમાં સંબોધન દરમિયાન પેલેસ્ટાઈન અને જમ્મુ કાશ્મીરના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. શહબાઝ શરીફે કહ્યું કે, 'કાશ્મીરનો મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર પરિષદના એજન્ડામાં છે. શહબાઝ શરીફે ભારતના આંતરિક મામલાઓમાં પણ આ દરમિયાન દખલ કરવાના પ્રયાસ કર્યા. તેની સાથે જ ભારત પર કેટલાક ખોટા અને પાયાવિહોણા આરોપ પણ લગાવ્યા.'
આ પણ વાંચો : OIC એ ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો, પાકિસ્તાન ગદગદીત! ભારતના નિવેદનો ફગાવ્યાં
કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાની કરી વાત
પાકિસ્તાની પ્રધાનમંત્રી શહબાઝ શરીફે કલમ 370નો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ભારત સરકારે પરત આપવો જોઈએ જેને ઓગસ્ટ 2019માં છીનવી લેવાયો હતો. ભારત સતત કાશ્મીરીઓના હકને છીનવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. કાશ્મીરનો મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર પરિષદના એજન્ડામાં છે એટલા માટે ભારત કલમ 370 હટાવવા જેવા નિર્ણય ન લઈ શકે. કાશ્મીરના ડેમોગ્રાફિક સ્ટ્રક્ચરને પણ ભારતે બદલવાના પ્રયાસ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં પ્રવાસી લોકોને વસાવવામાં આવી રહ્યા છે જેની પાકિસ્તાન આકરી નિંદા કે છે. ભારત દમન છતા પણ કાશ્મીરના લોકો બુરહાન વાનીની વિચારધારાને કાયમ રાખે છે.'
ઇઝરાયલ ગાઝા યુદ્ધ પર શું કહ્યું?
શહબાઝ શરીફે ઇઝરાયલ-ગાઝા યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'ગાઝામાં નરસંહારને તાત્કાલિક રોકવામાં આવે. તેની સાથે જ શરીફે ઇઝરાયલની કાર્યવાહી અને હુમલાઓને પણ નરસંહાર ગણાવ્યો. તેઓ બોલ્યા કે, ગાઝાના લોકોની હાલની સ્થિતિ પરેશાન કરનારી છે. આ ત્રાસદી હવે અટકવી જોઈએ. આજે દુનિયા આકરી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. ઈઝરાયલ ગાઝામાં નરસંહાર, રશિયા-યૂક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ, આતંકવાદમાં ફરી વધારો, ગરીબી વધવી અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા એક મોટી સમસ્યા છે.'
Comments
Post a Comment