'આતંકવાદ માટે કોઈ જગ્યા નથી...', વડાપ્રધાન મોદીએ ઇઝરાયલના PM નેતન્યાહૂ સાથે કરી ફોન પર વાત

PM Modi speaks to Israel's PM Netanyahu

PM Modi speaks to Israel's PM Netanyahu : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી છે. આ અંગે વડાપ્રધાન મોદીએ ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે અને આપણી દુનિયામાં આતંકવાદ માટે કોઈ જગ્યા નથી.

વડાપ્રધાન મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન સાથે વાત કરવા અંગે માહિતી આપતા 'X' પર લખ્યું કે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ સાથે પશ્ચિમ એશિયામાં બની રહેલા ઘટનાક્રમો પર ચર્ચા થઈ. આપણી દુનિયામાં આતંકવાદ માટે કોઈ જગ્યા નથી. વિસ્તારમાં તણાવ રોકવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ નક્કી કરવી મહત્વપૂર્ણ છે. ભારત શાંતિ અને સ્થિરતા જલ્દીથી જલ્દી સ્થાપવાના પ્રયાસનું સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ પહેલા ઈઝરાયલી વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સોમવારે ઈરાનની જનતાને સંબોધતા ઈરાની શાસનની આકરી નિંદા કરી. તેમણે કહ્યું કે, દરરોજ ઈરાનનું શાસન તમને દબાવી રહ્યું છે અને સમગ્ર વિસ્તારને યુદ્ધ અને અંધકારમાં ધકેલી રહ્યું છે. ઈરાનના નેતાઓની પ્રાથમિકતા જનતાનું કલ્યાણ નથી, પરંતુ લેબનાન અને ગાઝામાં નકામા યુદ્ધોમાં પૈસા બરબાદ કરવાનું છે. વિચારો જો તે રૂપિયા જો ઈરાનના નેતા પરમાણુ હથિયાર અને વિદેશી યુદ્ધોમાં બરબાદ કરી રહ્યા છે, તેને આપણા શિક્ષણ, સ્વાસ્થ્ય અને દેશના વિકાસમાં લગાવવામાં આવે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો