VIDEO: મથુરા અને બિહારમાં બે મોટી દુર્ઘટના, માલગાડીના 24 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક ટ્રેનોના રૂટ ખોરવાયા

Train Accident In Mathura And Bihar

Train Accident In Mathura And Bihar : મથુરા જિલ્લાના વૃંદાવન રેલવે સ્ટેશનથી લગભગ 800 મીટર દૂર માલગાડીના 20 થી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની ઘટના બની છે. બીજી તરફ, બિહારના મુઝફ્ફરપુરના નારાયણપુર અનંત સ્ટેશન પાસે પણ આવી જ એક ઘટનામાં ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી જતા 13 જેટલી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

આ પણ વાંચો : VIDEO: બિહારના નવાદામાં ટોળાનું આડેધડ ફાયરિંગ, 80 ઘરોને ચાંપી આગ, પોલીસનો કાફલો ખડકાયો

પશ્ચિમ તરફના મુખ્ય રૂટને થઈ અસર

વૃંદાવનમાં કોલસો લઈને જઈ રહેલી માલગાડીના અકસ્માતની ઘટના રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. આ ટ્રેન અકસ્માતની ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિના થઈ ન હતી. જેમાં પશ્ચિમ તરફ જતા હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી સહિતના વિસ્તારના મુખ્ય રૂટ પર આ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. 



15 ટ્રેનો પ્રભાવિત થઈ 

મળતી માહિતી પ્રમાણે, ટ્રેનમાં કોલસો બધે ફેલાઈ ગયો છે. આ ઘટનાને લઈને લગભગ 15 ટ્રેનો પ્રભાવિત થઈ છે. જો કે, રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે, ત્યારે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 


બિહારના મુઝફ્ફરપુરમાં બની આવી જ ઘટના

બિહારના મુઝફ્ફરપુરના નારાયણપુર અનંત સ્ટેશન પાસે પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં માલગાડીના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ પહોંચી નથી. ઘટનામાં ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે 13 જેટલી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. આ સિવાય 3 ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે. જેમાંથી ભાગલપુર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ અને સમસ્તીપુર-સિવાન ટ્રેનો બંધ કરવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો