પાઠય પુસ્તકમાં અકબરને નહી બતાવવામાં આવે મહાન, આ રાજ્યના શિક્ષણમંત્રીનું એલાન


Akabar News: રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે મોગલ સમ્રાટ અકબરને હવે સ્કૂલોમાં મહાન વ્યકિત તરીકે ભણાવાશે નહી. શિક્ષણમંત્રીએ અકબરની ટીકા કરતા જણાવ્યું હતું કે વર્ષો સુધી દેશને લૂંટયો હતો આથી ભવિષ્યમાં કોઇ પણ મોગલ સમ્રાટને મહાન વ્યકિતત્વ તરીકે પ્રશંસા કરવાની અનુમતી આપવામાં આવશે નહી.

આ વાત ઉદયપુરમાં ભામાશાહ સન્માન સમારોહ દરમિયાન કરી હતી. વધુમાં જણાવાયું હતું કે અકબરની સરખામણી મહારાણા પ્રતાપ સાથે કરવીએ રાજપૂત યોદ્ધા અને રાજસ્થાનના ગૌરવનું અપમાન છે. મહારાણા પ્રતાપે આક્રાંતાઓ સામે ઝુકવાનો સ્વીકાર કર્યો ન હતો. અકબરે પોતાના ફાયદા માટે અનેક લોકોને મરાવ્યા હતા. અકબરને મહાન ગણવોએ મુર્ખતા સિવાય બીજુ કશું જ નથી.

આ મેવાડ રાજસ્થાનના ભામાશાહ અને આન બાન શાન મહારાણા પ્રતાપનું અપમાન છે. અનેક પુસ્તકોમાં અકબર મહાન હોવાનું જણાતું નથી. જો મહાન ગણાવતા પુસ્તકો હશે તે તેને સળગાવી દેવામાં આવશે. પૂર્વજો જેમકે વીર સાવરકર અને શિવાજી અંગે પણ કોઇ ભ્રામક જાણકારી આપવામાં આવી હશે તો તેને પણ સુધારવામાં આવશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો