અમે બિરયાની ખાવા પાકિસ્તાન નહોતા ગયા: ભાજપના આરોપો પર ખડગેનો ટોણો

Mallikarjun Kharge


Mallikarjun Kharge Slams BJP : જમ્મુ કાશ્મીર ચૂંટણી ટાણે ભાજપ અને કોંગ્રેસ બંને એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ભાજપે આરોપ કર્યો હતો કે કોંગ્રેસ પાકિસ્તાન સાથે વાતચીત ફરી શરૂ કરવા માંગે છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ અંગે ભાજપ પર પલટવાર કર્યો છે. ખડગેએ શનીવારે (21 સપ્ટેમ્બર) જમ્મુમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કે, 'અમે બિરયાની ખાવા પાકિસ્તાન નહોતા ગયા હતા.'

શું બોલ્યા મલ્લિકાર્જૂન ખડગે?

જમ્મુમાં મીડિયાને સંબોધતી વખતે ખડગેએ કહ્યું કે, 'પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ કહી રહ્યા છે કે કોંગ્રેસ પાકિસ્તાન સાથે વાતચીત ફરી શરૂ કરવા માંગે છે, આ બધું તેમનું જુઠ્ઠાણું છે. તેઓ મુદ્દાને ભટકાવવા માંગે છે. અમે તો ક્યારેય બિરયાની ખાવા અને તેમનાથી ગળે મળવા નહોતા ગયા. તેઓ પ્રેમ અમારી સાથે અને લગ્ન પાકિસ્તાન સાથે કરે છે.' નોંધનીય છે કે, ગૃહ મંત્રી અમિત શાહે એક રેલીમાં કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે કોંગ્રેસ પાકિસ્તાન સાથે વાતચીત ફરી શરૂ કરવા માંગે છે.

આ પણ વાંચોઃ બેંગલુરુમાં શ્રદ્ધા વાલ્કર જેવો હત્યાકાંડ! યુવતીની હત્યા બાદ કર્યા 32 ટુકડા, ફ્રિઝમાંથી મળ્યો મૃતદેહ

અમિત શાહે કર્યો હતો પ્રહાર

ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે આર્ટિકલ 370 મુદ્દે પાકિસ્તાનના રક્ષા મંત્રી દ્વારા નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનના સમર્થન કરવા બદલ કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, 'પાકિસ્તાનના રક્ષા મંત્રીના આર્ટિકલ 370 અને 35-એ મામલે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને સમર્થને ફરી એક વાર કોંગ્રેસને જાહેર કરી દીધું છે. તેમના નિવેદને ફરી સ્પષ્ટ કરી દીધું છે કે, કોંગ્રેસ અને પાકિસ્તાનના ઇરાદા અને એજન્ડા એક જ છે.'

આ પણ વાંચોઃ 'ભલે હું મુખ્યમંત્રી બની ગઈ પરંતુ...', કેજરીવાલને પગે લાગીને આતિશીએ લીધા આશીર્વાદ, આપી પ્રથમ પ્રતિક્રિયા

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો