ગાંધીનગરમાં ગણેશ વિસર્જન સમયે મૃત્યુ પામેલા 8 યુવાનોના નામ સામે આવ્યા, તંત્રનો લુલો બચાવ


Eight youths Died During Ganesha Immersion In Dehgam, Gandhinagar : ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટનાથી હાહાકાર મચી ગયો છે. આજુબાજુના ગામના જ લગભગ 8 યુવાઓના મોતથી માતમ પ્રસરી ગયું છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં વાસણા સોગઠી ગામે વહેતી મેશ્વો નદીમાં 10 લોકો ડૂબી જતાં 8ના મૃતદેહો મળ્યા હતા. જ્યારે બેની શોધખોળ હજુ ચાલુ છે. 

આ પણ વાંચો : ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે 8ના મોત, ઘટનામાં મોટો ખુલાસો, જાણો કેવી રીતે સર્જાઈ ઘટના


નીચે મુજબના મૃતકોના નામ સામે આવ્યા

1. સોલંકી વિજયજી હાલુસિંહ (30 વર્ષ) વાધાવત, તા- કપડવંજ, જિલ્લો- ખેડા

2. ચૌહાણ ચિરાગકુમાર પ્રકાશસિંહ (19 વર્ષ) વાસણા, સોગઠી

3. ચૌહાણ ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ (18 વર્ષ)  વાસણા, સોગઠી

4. ચૌહાણ મુન્નાભાઈ દિલિપસિંહ (23 વર્ષ) વાસણા, સોગઠી

5. ચૌહાણ રાજુકુમાર બચુસિંહ (28 વર્ષ) વાસણા, સોગઠી

6. ચૌહાણ પૃથ્વી દલપતસિંહ (20 વર્ષ) વાસણા, સોગઠી

7. ચૌહાણ યુવરાજસિંહ પ્રવિણસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી

8. ચૌહાણ સિદ્ધરાજ ભલસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી

ઘટના વિશે તંત્રએ શું કહ્યું? 

આ ગોઝારી ઘટના વિશે તંત્રના મોટા અધિકારી એસડીએમએ કહ્યું કે, નદીની બહાર આઠ જેટલી વ્યક્તિના કપડાં પડ્યા હતા અને તરવૈયાઓને હજુ સુધી 8 જ લોકોના મૃતદેહો મળ્યા છે. તોય અમે ગામના લોકો અને આજુબાજુના લોકોને કહ્યું છે કે જો કોઈ ગુમ હોય તો તેના વિશે જાણકારી આપે જેથી શોધખોળ અભિયાન આગળ ચાલુ રાખી શકાય. જ્યારે એસડીએમને સવાલ કરાયો કે શું હાઇકોર્ટની ગાઇડલાઇન અનુસાર ગણેશ વિસર્જન માટે આવી જોખમી જગ્યા પર પહેલાથી તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કે નહીં? તો તેના પર એસડીએમ બોલ્યા કે, અમે આ મામલે તપાસ હાથ ધરી છે. તેમની પાસે પણ આવી કોઈ જાણકારી નહોતી. જેનાથી એ સાબિત થાય છે કે જોખમી વિસ્તાર હોવા છતાં કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહોતી અને યુવાનો ગામના લોકો આવે તે પહેલાં જ ન્હાવા કૂદી પડતાં આવી હોનારત સર્જાઈ. 


કેવી રીતે ઘટી દુર્ઘટના

વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ગામમાં ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઈ હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેશ્વો નદીએ જવાના હતા. તે દરમિયાન ગામના કેટલાક યુવાનો અગાઉથી નદીએ પહોંચી ન્હાવા માટે નદીમાં કૂદયા હતા. ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતાં જોઈ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ 8 લોકો ડૂબી જતાં તેમના મોત થતાં તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 2 લોકો ગુમ હોવાથી શોધખોળ અને રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો