અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ અંગે મોટા સમાચાર, 10થી 12 દિવસમાં તોડી પાડવાની તૈયારી


Ahmedabad Hatkeshwar Flyover Bridge : અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC)ના ભ્રષ્ટાચારનું પ્રતિક બનેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજ ત્રણ વર્ષથી વાહન વ્યવહાર માટે બંધ છે, ત્યારે હવે આ બ્રિજને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મળતા અહેવાલો મુજબ આ બ્રિજને 10થી 12 દિવસમાં તોડી પાડવાની કામગીરી હાથ ધરવાની વાત સામે આવી છે.

હાટકેશ્વર બ્રિજ 10થી 12 દિવસમાં તોડી પાડવાની ચર્ચા

40 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, ત્યારે હવે તેને 10થી 12 દિવસમાં તોડી પાડવાની વાત સામે આવી છે. બ્રિજ માટે સતત ત્રણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જોકે આ ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળતા મળ્યા બાદ ચોથી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને છેવટે તેમાં સફળતા મળી છે. બ્રિજને તોડી નવો બનવવા માટે ચોથી વાર બહાર પાડવામાં આવેલું ટેન્ડર સિંગલ બિડર દ્વારા ભરાયું હતું. રાજસ્થાનની વિષ્ણુ પ્રસાદ આર.તંગાલિયા દ્વારા બીડ કરાયું હતું.

આ પણ વાંચો : સ્ટેટ મોનીટરીંગ સેલ દિપક ઠક્કરની મિલકતો અંગે ઇડીમાં રિપોર્ટ કરશે

હાટકેશ્વર બ્રિજનું ટુંક સમયમાં નિરાકરણ આવશે : દેવાંગ દાણી

રૂપિયા 40 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજ અંગે એએમસીના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, બ્રિજ અંગે લાંબા સમયથી ટેન્ડર પ્રક્રિયા ચાલી હતી. આ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી અને આવનારા સમય માટે ફરી એકવખત ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી અને આ વખતે સિંગલ પાર્ટીને ઈન્વાઈટ કરવામાં આવી છે અને તે ક્વોલિફાઈ પણ થઈ છે, તેથી આવનારા સમયમાં હાટકેશ્વર બ્રિજનું સમયમાં નિરાકરણ આવશે. 

બ્રિજ નમી ગયો હોવાના સમાચાર વહેતા થયા હતા

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આ બ્રિજ પર ગાબડાંની સંખ્યા વધી હોવાની અને બ્રિજ થોડો નમી ગયો હોવાના સમાચાર વહેતા થયા હતા. આ ઉપરાંત લોકોને નીચેથી પસાર થવામાં સાવચેત રહેવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બીજી તરફ આ બ્રિજ તોડીને નવો બનાવવા માટે ચોથી વખત બહાર પાડવામાં આવેલું ટેન્ડર એક જ પાર્ટીએ ભર્યું હતું, જે હવે ક્વોલિફાઈ થઈ ગયું છે.

આ પણ વાંચો : ભાવિ શિક્ષકોના આંદોલન અંગે શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત

બ્રિજ ગણતરીના વર્ષોમાં જ બિનઉપયોગી બની ગયો

40 કરોડ રૂપિયાથી વધુની રકમના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ ગણતરીના વર્ષોમાં જ બિનઉપયોગી બની ગયો છે. બ્રિજ પર પડેલા ગાબડાંના લીધે જોખમી સ્થિતિ સર્જાતાં આ બ્રિજ વાહન વ્યવહાર માટે ત્રણ વર્ષથી બંધ કરાયો છે. 52 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તોડીને નવો બનાવવા માટે વારંવાર ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કામગીરી કરવા માટે કોઈ એજન્સી તૈયાર થઈ ન હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ચોથી વખત બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં રાજસ્થાનની એક પાર્ટીએ જ ટેન્ડર ભર્યું છે અને આ ટેન્ડર ક્વોલિફાઈ થઈ ગયું છે.

બ્રિજનો વાહન પાર્કિંગ તરીકે ઉપયોગ

હાલ આ બ્રિજનો વાહન પાર્કિંગ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. બ્રિજ પર મ્યુનિસિપલ કૉર્પોરેશનની કચરો એકત્ર કરવાની લારીઓના ઢગલા પણ કરાયા છે. સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજ અનુસાર સીટીએમથી ખોખરા તરફ જતાં ડાબી બાજુનો બ્રિજ થોડો નમી ગયો છે. જો કે, આ વાતમાં કેટલું તથ્ય છે તે અંગે મ્યુનિ.ના અધિકારીઓ ફોડ પાડતાં નથી. પરંતુ સોશિયલ મીડિયામાં લોકોને બ્રિજ નીચેથી પસાર થવાનું ટાળવા અપિલ કરાઈ રહી છે. વૈકલ્પિક રૂટ તરીકે મણિનગર અથવા ખોખરાથી પસાર થવાની લોકોને સલાહ અપાઈ રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો