બાંગ્લાદેશ વિરૂદ્ધ T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, સ્ટાર ઓલરાઉન્ડરની થઈ વાપસી


India vs Bangladesh : ભારતીય ક્રિકેટ બોર્ડે શનિવારે બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રણ મેચની T20 સીરીઝ માટે ભારતની 15 સભ્યોની ટીમનું એલાન કરાયું છે. ટેસ્ટ સીરીઝ બાદ ભારત ગ્વાલિયર, નવી દિલ્હી અને હૈદરાબાદમાં ત્રણ T20 મેચ રમશે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે, જે T20 વર્લ્ડકપ ચેમ્પિયન જીતનારી ટીમનો ભાગ હતા. શ્રીલંકા વિરૂદ્ધ T20 સીરીઝમાં તેમને આરામ અપાયો હતો. ઈશાન કિશનને એકવાર ફરી નજરઅંદાજ કરાયો છે. ત્યારે ઋષભ પંતને બાંગ્લાદેશ વિરૂદ્ધ T20 સીરીઝ માટે આરામ અપાયો છે, જેમને હાલમાં જ ભારત માટે ત્રણેય ફોર્ટમાં લાંબા સમય બાદ વાપસી કરી હતી.

બાંગ્લાદેશ વિરૂદ્ધ T20 સીરીઝ માટે સંજૂ સેમસન અને જિતેશ શર્મા વિકેટકીપર બેટ્સમેન તરીકે ઉતાર્યા. ફાસ્ટ બોલર મયંક યાદવને પહેલીવાર ભારતીય ટીમમાં જગ્યા મળી છે. સ્પિનર વરૂણ ચક્રવર્તી અંદાજિત ત્રણ વર્ષ બાદ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ થયા છે. જોકે, કુલદીપ યાદવની આગામી સીરીઝ માટે ટીમમાં પસંદગી થઈ નથી.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો