Posts

બિહાર ચૂંટણી 2025: આજે પહેલા તબક્કામાં 121 બેઠકો પર થશે મતદાન, 1314 ઉમેદવારો મેદાને

Image
Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(6 નવેમ્બર) થશે. 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થશે. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’

Image
Election Commission And BJP On Rahul Gandhi Allegation : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી-2024માં મતદાર યાદીમાં ગેરરીતિ અને વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા બાદ ચૂંટણી પંચ અને ભાજપે વળતો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હરિયાણામાં 25 લાખ જેટલી એન્ટ્રીઓ નકલી હતી અને હરિયાણા વિધાનસભા ચૂંટણની ચોરી કરવામાં આવી હતી. કોંગ્રેસના બૂથ એજન્ટોએ મતદાન વખતે ફરિયાદ કેમ ન કરી : ચૂંટણી પંચ ચૂંટણી પંચે આજે (5 નવેમ્બર) રાહુલ ગાંધીના આ દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે દાવાનો જવાબ આપ્યો છે કે, તે વખતે કોંગ્રેસના બૂથ એજન્ટો દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિની કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને એક મતદારે વધુ વખત મતદાન કર્યું હોવાની પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

ફિલિપાઈન્સમાં કાલમેગી વાવાઝોડાએ તબાહી મચાવી, કુલ મૃત્યુઆંક 52ને વટાવી ગયો

Image
Philippines News : ઝડપથી આગળ વધતું વાવાઝોડું કાલમેગી સોમવારે મધ્ય ફિલિપાઇન્સ પરથી પસાર થતાં 52 લોકોનાં મોત થયા હતાં. અનેક લોકો પોતાના ઘરોની છત પર ફસાયા હતાં. બે ગામોમાં અનેક વાહનો ડૂબી ગયા હતાં તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ દરમિયાન પૂરગ્રસ્તોની મદદ માટે ગયેલું ફિલિપાઇન્સ એર ફોર્સનું હેલિકોપ્ટર  તૂટી પડયું છે. આ હેલિકોપ્ટરમાં કુલ પાંચ લોકો સવાર હતાં. 

'10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ', રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર

Image
Image Source: Rahul Gandhi / X Bihar Election 2025: બિહારના કુટુમ્બામાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સેનાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય સેનામાં દેશની 10 ટકા વસ્તીનો કંટ્રોલ છે.

અમેરિકાની ટ્રમ્પ સરકારનો હાયર એક્ટ ભારતને H1B વિઝા કરતા મોટો ઝટકો આપશે : રઘુરામ રાજન

Image
Raghuram rajan News : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા સૂચિત હોલ્ટિંગ ઈન્ટરનેશનલ રિલોકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ (હાયર) એકટ ભારત માટે એચ1બી વિઝા ફીમાં તાજેતરના વધારા કરતા પણ વધુ જોખમી છે.  સૂચિત હાયર એક્ટ માત્ર માલસામાન પર જ નહીં આઉટસોર્સ કરાયેલી સર્વિસીઝ પર પણ ટેરિફ લાગુ કરી શકે છે, જે ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સેવા ક્ષેત્રની નિકાસને વધુ નુકસાન પહોંચાડી શકે છે. એક મીડિયા મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, આપણી મોટી ચિંતાઓમાંની એક ચિંતા અમેરિકા સેવાઓ પર ટેરિફ લાગુ કરવાના માર્ગો શોધી રહ્યું છે તે છે.  અમેરિકન કોંગ્રેસ હાયર એકટ પર ચર્ચા કરી રહી છે જેનો હેતુ આઉટસોર્સ કરાયેલા કામ પર  ટેકસ લાદવાનો છે.

'ભારત સાથે સંબંધો વિકસી રહ્યા છે', અમેરિકા સાથે તણાવ વચ્ચે કેનેડાના PMનું મોટું નિવેદન

Image
PM Mark Carney's Statement On India : ભારત સાથેના સંબંધને લઈને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ગઈકાલે શનિવારે (1 નવેમ્બર, 2025) મોટું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું કે, 'કેનેડા ભારત સાથે સંબંધ મજબૂત કરવા માટે સકારાત્મક પ્રગતિ કરી રહ્યું છે. ભારત સાથે કેનેડાનો સંબંધો વિકસી રહ્યા છે. અમેરિકા સાથે ટેરિફ તણાવ વચ્ચે કેનેડા વિદેશામાં મિત્રતા જાળવી રાખવા પર કામ કરી રહ્યું છે.' ટ્રમ્પના નિવેદન બાદ કેનેડાના પીએમની પ્રતિક્રિયા

VIDEO : રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, મુસાફરો સવાર મીની બસ ટ્રકમાં ઘૂસી જતાં 15 મોત

Image
Rajasthan Tempo-Truck Accident : રાજસ્થાનના ફલોદી જિલ્લામાં રવિવારે માટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. પુરપાઠ ઝડપે જઈ રહેલી મીની બસ ટ્રકમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકોમાં એક જ પરિવારના અનેક સભ્યોનો સમાવેશ થતો હોવાની વિગતો સામે આવી છે.