કોરોનાનો કહેરઃ 3.8 લાખ નવા કેસ, 3596ના મોત, સક્રિય દર્દીઓની સંખ્યા 30 લાખ
- અમેરિકામાં સૌથી વધારે 70 લાખ સક્રિય દર્દીઓ અને પછીના ક્રમે ભારત
નવી દિલ્હી, તા. 29 એપ્રિલ, 2021, ગુરૂવાર
દેશમાં કોરોના સંક્રમણના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. બુધવારે દેશમાં કોરોનાના 3.80 લાખ કેસ નોંધાયા જે અત્યાર સુધીનો સર્વાધિક આંકડો છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે 3,596 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
30 લાખ સક્રિય દર્દી
આ સાથે જ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ 30 લાખ થઈ ગઈ છે જે ખૂબ જ ચિંતાજનક છે. ગત વર્ષે વાયરસનો પ્રકોપ શરૂ થયો ત્યાર બાદ પહેલી વખત સક્રિય દર્દીઓનો આંકડો 30 લાખે પહોંચ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે તુલના કરીએ તો અમેરિકામાં સર્વાધિક આશરે 70 લાખ જેટલા સક્રિય દર્દીઓ છે. 30 લાખના આંકડા સાથે ભારત બીજા ક્રમે છે. બ્રાઝિલમાં આશરે 10 લાખ જેટલા સક્રિય કેસ છે અને તે ત્રીજા નંબરે છે. ભારતમાં સક્રિય કેસની સંખ્યા સતત વધી રહી છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. 16 ફેબ્રુઆરીના રોજ દેશમાં 1.38 લાખ સક્રિય દર્દીઓ હતા. તેને 5 લાખ સુધી પહોંચતા 40 દિવસ લાગ્યા હતા. ત્યાર બાદ 12 દિવસમાં 10 લાખનો આંકડો પૂરો થયો હતો અને પછી માત્ર 10 દિવસમાં વધુ 10 લાખ કેસ અને 9 દિવસમાં 10 લાખ સક્રિય દર્દીઓ વધી ગયા.
Comments
Post a Comment