રાજસ્થાનના CM અશોક ગેહલોતનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, થયા આઈસોલેટ


- અશોક ગેહલોતના પત્ની પણ ગઈકાલે કોરોના પોઝિટિવ આવ્યા હતા

નવી દિલ્હી, તા. 29 એપ્રિલ, 2021, ગુરૂવાર

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના પહેલા અશોક ગેહલોતના પત્ની સુનીતા ગેહલોત કોરોના સંક્રમિત આવ્યા હતા. હાલ અશોક ગેહલોત અને તેમના પત્ની બંને ઘરે જ આઈસોલેટ થયા છે. રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ મુખ્યમંત્રી અશોક ગેહલોત જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી.

મુખ્યમંત્રી ગેહલોતે ટ્વીટમાં લખ્યું હતું કે, 'કોવિડ ટેસ્ટ કરાવવા પર આજે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ પણ જાતના લક્ષણો નથી અનુભવાઈ રહ્યા અને મને સારૂ લાગી રહ્યું છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને હું આઈસોલેશનમાં રહીને જ કામ ચાલુ રાખીશ.'

અગાઉ તેમણે ટ્વીટરના માધ્યમથી પોતાના પત્ની કોવિડ પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી હતી. રાજસ્થાનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે રાજ્યમાં રેકોર્ડ સમાન 16,613 નવા કેસ સામે આવ્યા હતા અને 120 લોકોના મોત થયા હતા. આ દરમિયાન 8,303 લોકો રિકવર પણ થયા હતા. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો