ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ : બધી વસ્તુ કાગળ પર જ છે, માત્ર ગુલાબી ચિત્ર ના બતાવો અને વાસ્તવિકતાને સમજો

અમદાવાદ, તા. 27 એપ્રિલ 2021

રાજ્યમાં કોરોનાની કથળી રહેલી સ્થિતિને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી ચાલી રહી છે. ગત ઓનલાઈન સુનાવણીમાં સરકારે કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે સરકાર પાસે દર્દીઓને દાખલ કરવા અને ઓક્સજિનની અછતને લઇને જવાબ માંગ્યે હતો. જેને લઇને સરકારે ગઇકાલે એફિડેવિટ રજૂ કર્યુ હતું. જેના પર આજે ઓનલાઇન સુનવણી થઇ હતી. 

આજની સુનવણીમાં પણ હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે કહ્યું કે કાગળ પરની વાતો અને વાસ્તિવિક સ્થિતિ એકબીજાથઈ વિપરિત છે. અમે સરકારની કામગીરીથી ખુશ નથી. તો સાથે અનેક વકિલોએ પણ સરકારની કામગીરી અને નિયમો પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે આજે ફરી હાઇકોર્ટે સરકારને લોકડાઉન અંગે વિચારવાનું કહ્યું છે. કોર્ટે લોકડાઉન અંગે સરકારનો મત માંગ્યો છે. 

હાઇકોર્ટે શું કહ્યું?

- છેલ્લા 15 દિવસોથી 108ની લાઇન કેમ લાગી છે? 

- ઓક્સિજનના બાટલા લઇને લોકો લાઇનોમાં કેમ ઉભા છે?

- આમ લાઈનોમાં બધી કેટેગરીના દર્દીને ઉભા રાખશો તો કેમ મેળ આવશે.

- એબ્યુલન્સ મામલે પણ તમારું સ્ટેન્ડ વિરોધાભાસ છે

- છેલ્લી સુનવણીમાં પણ આ મુદ્દા પર અમે સ્પષ્ટતા માંગી હતી, કેમ એફિડેવિટમાં કોઈ સ્પષ્ટતા નથી

- 108 એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ પર ધ્યાન આપવું જોઈએ

- 108 માત્ર ઘરે જ લેવા જાય છે. જો કોઈ હોસ્પિટલમાં દાખલ હોય અને અન્ય હોસ્પિટલમાં લઇ જવાના હોય તો કેમ 108 નથી જતી? આ સમયમાં પણ આવું             વલણ કેમ? 

- પ્રાઇવેટ વાહનમાં આવતા દર્દીઓને એડમિશન કેમ નથી આપવામાં આવતું? 

- માત્ર અમદાવાદની વાત ન કરો, તમે માત્ર AMCના વકીલ નથી, રાજ્ય માટે શું પ્લાન છે તે જણાવો

- સમજણપૂર્વકના નિર્ણયો લીધા હોત તો આવું ન થાત. અત્યારની પરિસ્થિતિમાં અમે બિલકુલ ખુશ નથી

- માત્ર ગુલાબી ચિત્ર ના બતાવો, વાસ્તવિક પરિસ્થિતિ રજૂ કરો. ત્યારની સ્થિતિ બિહામણી છે

- તમામ વસ્તુ માત્ર કાગળ પર છે ગ્રાઉન્ડ પર નહીં

- અમદાવાદ બહાર ના પેશન્ટ ને લેતા નથી , એવું કેમ ચાલે ?

- સમજણપૂર્વક ના ડીસીઝન હોત તો આવું ન થાય.અમે બિલ્કલ ખુશ નથી અત્યારની પરિસ્થિતિમાં.

- ઓક્સિજન આપવા માટે નો શુ પ્રોસેસ છે?

- દરેક હોસ્પિટલ બહાર બોર્ડ રાખો. કેટલા બેડ ખાલી છે, કેટલા ભરેલા છે

આ સિવાય અન્ય વકિલોએ પણ રાજ્યમાં ઉભી થયેલી ગંભીર સ્તિતિ અંગે સરકારના નિયમો અને લોકોને થઇ રહેલી હાલાકી અંગે સવાલો ઉઠાવ્યા હતા. સુનણી બાદ હાઇકોર્ટે સરકારને 4 મે સુધી તમામ વ્યવસ્થા સાથે જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે. સાથે ટકોર કરતા કહ્યું છે કે તમે વ્યવસ્થા ઉભી કરો પછી એવું ના કહેતા કે પરિસ્થિતિ ખરાબ છે અમે પ્રયત્ન કર્યા છે. જરૂર પડે ત્યાં છૂટછાટ ઓછી કરો પણ દર્દી સારવાર વગર ન રહેવો જોઈએ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો