ટાટા ગ્રૂપ સરકારી એરલાઈન 'એર ઈન્ડિયા'નુ માલિક બન્યુ, સૌથી વધારે બોલી લગાવી
નવી દિલ્હી,તા,1 ઓક્ટોબર 2021,શુક્રવાર સરકારી એરલાઈન એર ઈન્ડિયાનુ બિડ ટાટા ગ્રુપે સૌથી વધારે બોલી લગાવીને જીતી લીધુ છે. આમ ભારતની સરકારી એરલાઈન એર ઈન્ડિયા ટાટા ગ્રૂપના હસ્તક થઈ ગઈ છે. એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઈસ જેટના અજય સિંહે બોલી લગાવી હતી. આ બીજો મોકો છે જ્યારે એર ઈન્ડિયામાં સરકારે પોતાનો હિસ્સો વેચવા માટે પ્રયત્ન કર્યો હતો. આ પહેલા 2018માં પણ સરકારે એર ઈન્ડિયામાં પોતાનો 76 ટકા હિસ્સો વેચવા માટે પ્રયત્ન કર્યો હતો પણ તે વખતે સરકારનો પ્રયત્ન સફળ થયો નહોતો. રસપ્રદ વાત એ છે કે, ટાટા ગ્રૂપના જ સ્થાપક જે આરડી ટાટાએ આ એરલાઈનની 1932માં સ્થાપના કરી હતી અને આઝાદી પછી તેનુ રાષ્ટ્રીયકરણ કરાયુ હતુ. હવે ફરી એક વખત એર ઈન્ડિયાની માલિકી ટાટા ગ્રૂપ પાસે ગઈ છે.