મહત્વનો નિર્ણયઃ આ દેશમાં સમલૈંગિકોને આપવામાં આવી વિવાહની મંજૂરી, 2/3 નાગરિકોએ કર્યું સમર્થન


- અનેક લોકો આ વિવાહનું સમર્થન નથી કરી રહ્યા અને તેમના મતે આ નિર્ણય પ્રકૃતિના નિયમની વિરૂદ્ધ

નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર, 2021, સોમવાર

સ્વિત્ઝરલેન્ડની બે તૃતિયાંશ જનતાએ રવિવારે એક ઐતિહાસિક નિર્ણય સાથે સમલૈંગિક યુગલોને વિવાહની અનુમતિ આપી દીધી છે. આ નિર્ણય માટે જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો હતો જેમાં 64.1 ટકા મતદારોએ તેનું સમર્થન કર્યું હતું. આ નિર્ણયની સાથે જ હવે સ્વિત્ઝરલેન્ડમાં પણ પશ્ચિમી યુરોપના અન્ય કેટલાય દેશોની જેમ સમલૈંગિકોને વિવાહ કરવાની મંજૂરી મળી ગઈ છે. 

2007માં સાથે રહેવાની અનુમતિ મળી

સ્વિત્ઝરલેન્ડ દ્વારા 20007ના વર્ષમાં જ સમલૈંગિકોને સાથે રહેવાનો અધિકાર આપવામાં આવ્યો હતો પરંતુ તે સમયે વિવાહની અનુમતિ નહોતી અપાઈ. ત્યારે હવે વિવાહની અનુમતિ મળતા સમલૈંગિક સમુદાયના લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. 

નિર્ણય બાદ અનેક અધિકાર મળશે

આ નિર્ણયનું સમર્થન કરનારા લોકો માને છે કે, હવે સમલૈંગિક લોકોને કાયદાકીય રીતે અનેક એવા અધિકાર મળી શકશે જેનાથી તેઓ પહેલા વંચિત રહી ગયા હતા. આ નિર્ણય બાદ હવે તેઓ બાળકોને પણ દત્તક લઈ શકશે અને તેમને નાગરિકતા પણ મળશે. તેઓ દેશના દરેક અધિકારનો ફાયદો લઈ શકશે. 

અનેક લોકો દ્વારા વિરોધ

જોકે અનેક લોકો આ વિવાહનું સમર્થન નથી કરી રહ્યા. તેમની નજરમાં સમલૈંગિક વિવાહ ઉચિત નથી. તેમના કહેવા પ્રમાણે બાળકોને માતા અને પિતા એમ બંનેના પ્રેમની જરૂર હોય છે. આ ઉપરાંત કેટલાય લોકોએ આ નિર્ણયને પ્રકૃતિના નિયમની વિરૂદ્ધ ગણાવ્યો હતો. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો